સીએમ માટે ખુશીનું કારણઃ વાડલાનું તળાવ છલકાયું, 10 ગામના તળ ઊંચા આવશે

જૂનાગઢ– ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી ઝૂંબેશ બનેલ સુજલામ સુફલામ જળસંચયે તેનો પરિપાક દાખવી દીધો છે. તાજેતરના વરસાદમાં જૂનાગઢના વાડલા ગામમાં છલકાઇ ગયેલું તળાવ આનંદનો વિષય બન્યું છે. મુખ્યપ્રધાન રુપાણીએ તેને ઊંડુ કરવામાં શ્રમદાન આપ્યું હતું.

ફાઈલ ચિત્ર

વાડલાનું એ ઊંડુ કરાયેલું તળાવ ઓવરફ્લો થયું છે, તેમાં પ્રથમ વખત 142 વિઘામાં 18 હજાર ઘનમીટર પાણીનો જળ સંગ્રહ થયો છે. આ પાણીના કારણે આસપાસના 10 ગામના જળસ્તર ઉંચા આવશે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વાડલા ગામનું તળાવ છલકાઈ જતાં ગ્રામજનો આનંદમાં આવી ગયા છે. આ તળાવથી 142 વીઘા જમીનનેફાયદો થશે. આ તળાવમાં અઢાર હજાર ઘન મીટર પાણી ભરાયું છે. જેથી આજુબાજુના 10 ગામના ખેડૂતોને ફાયદો થશે. આ પાણીથી ખેતીમાં ઉત્પાદન સારું થશે.

રાજ્ય સરકારે મે માસમાં સુજલામ સુફલામ જળ સંગ્રહ ઝૂંબેશ દરમિયાન તળાવ ઊંડા કરવા, નાળાં સાફ કરવા. પાળા રીપેર કરવા વગેરે કામગીરી હાથ ધરી હતી. મેઘરાજાએ ચાલુ વર્ષે જે જે જિલ્લામાં મહેર કરી છે ત્યાં મોટાભાગના તળાવો અને ચેક ડેમ છલકાતા અંદાજે પાંચ લાખ ઘન મીટર વધુ પાણીનો સંગ્રહ થયો છે.