જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો હવે ‘રક્ષિત સ્મારક’

જુનાગઢ: રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક એવા ઉપરકોટના કિલ્લાની દિવાલ અને ઉપરકોટના દરવાજાને ‘રાજ્ય રક્ષિત સ્મારક’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેમ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત સરકાર હસ્તકના જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આવેલા આ રક્ષિત સ્મારક-કિલ્લાની દિવાલ અને ઉપરકોટનો દરવાજો ૨,૭૩,૭૩૩ ચો.મી. વિસ્તારમાં આવેલો છે.

આ કિલ્લો પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તેની ભવ્યતાના દર્શન તેના પ્રવેશ દ્વાર પરથી અનુભવી શકાય છે.

ચારેબાજુ 20 મીટર ઉંચી દિવોલ આવેલી છે. અહીં, અડી-કડીની વાવ, બૌધ્ધકાલીન ગુફાઓ, મસ્જિદ, નીલમતોપ જે જુનાગઢ નવાબે તુર્કિસ્તાનના સુલતાન પાસેથી લીધેલી છે. આ કિલ્લા પર સોળ વખત આક્રમણ થયાં હતા. પ્રવેશદ્વારનું નકશીકામ સુંદર રીતે કરવામાં આવેલુ છે. આ ઉપરાંત અહીં નવાબોની કબરો આવેલી છે તેમજ મકબરાના દરવાજા ચાંદીના બનેલા છે.