પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યાં જીતુ વાઘાણી

ગાંધીનગર- લોકોસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા હવે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કે પાર્ટીના પ્રચાર-પ્રસારને લઈને પશ્ચિમ બંગાળના પ્રવાસે છે, તેમની સાથે ગુજરાત ભાજપાના અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ જોડાયા છે.

જીતુ વાઘાણીએ તેમના ચૂંટણી પ્રવાસના પ્રથમ બે દિવસોમાં જ પશ્ચિમ બંગાળના બારાસાત લોકસભા ક્ષેત્ર તથા રાજરહટ ન્યુ ટાઉન વિધાનસભા ક્ષેત્ર તેમજ અન્ય વિસ્તારોમાં ભાજપાના ઉમેદવાર સાથે રોડ-શો, જનસંપર્ક, શક્તિકેન્દ્ર કાર્યકર્તા સંમેલન સહિત અનેક જનસભાઓમાં સંબોધન કર્યુ હતું.

વાઘાણી સાથે ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રધાન અમિત ઠાકર, ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલ તેમજ ગુજરાત ભાજપા જીલ્લા તથા મહાનગરના અગ્રણીઓ જોડાયા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]