જયંતી ભાનુશાળી પંચમહાભૂતમાં વિલીન, દીકરી સ્મશાનમાં થઈ ગઈ બેભાન

અમદાવાદઃ કચ્છના ભાજપના દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છના ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાળીની સોમવારે મોડી રાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી જેના કારણે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે.

ત્યારે જયંતિ ભાનુશાળીનો મૃતદેહ પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલથી તેમના નરોડા ખાતેના ઘરે લાવવામાં આવ્યો. અને અંતિમ દર્શન માટે રખાયો હતો અને હવે તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાનેથી નરોડા સ્મશાન ગૃહ ખાતે લઈ જઈને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ યાત્રામાં મોટા પાયે લોકો રહ્યા હતા. આજે સવારે જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જયંતી ભાનુશાળીના ગીતાના પંદરમાં અધ્યાયનું પઠન કરીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ભાનુશાળીની કરુણ વિદાય સમયે તેમની દિકરી બેભાન થઈ ગઈ હતી. આખા પરિવાર કરુણ આક્રંદમાં ગરકાવ ગઈ ગયો હતો. ભાજપ તરફથી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર સમયે કચ્છ ભાજપના અગ્રણી નેતા નિમા બહેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)