જસદણનો જનાદેશઃ કુંવરજીએ ‘કમળ’ ખીલવ્યું, જીતનો અવસર લૂંટ્યો

રાજકોટઃ ગુજરાતમાં જસદણ બેઠકની એકમાત્ર પેટાચૂંટણી જે રીતે રસપ્રદ બની રહી હતી તેમ જ પરિણામની ઘડીઓ પણ બની રહી હતી.. મતગણતરીના 19 રાઉન્ડ દરમિયાન પ્રથમ રાઉન્ડથી આગળ ચાલી રહેલાં કુંવરજી બાવળીયા 18માં રાઉન્ડના અંતે 19,979 મતની લીડ સાથે જીતી ગયાં હતાં. જસદણની મોડેલ સ્કૂલમાં બનાવાયેલાં સ્ટ્રોંગરુમમાં સુરક્ષિત ઈવીએમનો પટારો સવારે આઠ વાગે ખુલ્યો એ સાથે ભાજપ-કોંગ્રેસના તેમ જ ચૂંટણી લડનારાં તમામ ઉમેદવાર અને તેમના સમર્થકોની ઠંડી ઊડી જવા સાથે જીતી જવાનો વિશ્વાસ અને ઉત્સાહ જણાઈ રહ્યો હતો.

મતગણતરીની સાથે સાથે…

19,985 મતની લીડ સાથે કુંવરજી બાવળીયાની જીત, 90.268 મત મળ્યાં

કોંગ્રેસના અવસર નાકીયાને 70, 283 મત મળ્યાં

18માં રાઉન્ડના ્અંતે કુંવરજી બાવળીયાની જીત પાકી કરી 20,000થી વધુ મતની લીડ મળી

17,772ની લીડથી બાવળીયા 17માં રાઉન્ડના અંતે આગળ

ભાજપના કેન્દ્રીય કાર્યાલય, રાજકોટ કાર્યાલય અને જસદણ સેન્ટર પર ભારે ખુશી અને ઉત્સાહભેર ઉજવણીનો માહોલ

13માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ પોતાની હારનો સ્વીકાર કરતાં મતગણતરી સેન્ટર છોડ્યું

પરિણામમાં જીતના અણસારે અમરાપુરમાં ઉત્સવ મનાવતાં લોકો, ડીજેના તાલે અને મીઠાઈ વહેંચી

70 ટકા મતગણતરી પૂર્ણ, 17,720 મતથી કુંવરજી બાવળીયા આગળ, 14માં રાઉન્ડની ગણતરી શરુ

સીએમ રુપાણી કોબા કમલમ ખાતે વિજયની ઉજવણી કરવા જવાની સંભાવના

પક્ષપલટા બાદ બાવળીયાનું બળ ઘટવાની ભીતિ ઓસરી, બાવળીયાનું બળ ભાજપને ફળવાની દિશામાં

13માં રાઉન્ડની ગણતરી શરુ, 17,300 મતથી બાવળીયા આગળ

કુલ 82 હજાર મત મેળવનાર ઉમેદવાર થશે વિજયી

બાવળીયા 60279 વધુ મત મેળવી ચૂક્યાં છે

11માં રાઉન્ડના અંતે નોટામાં 1174 મત

કુંવરજી બાવળીયા 13,000થી વધુ લીડથી આગળ નીકળ્યા, અત્યાર સુધીમાં 50,000થી વધુ મત મળ્યાં

11માં રાઉન્ડની ગણતરી શરુ, 10મા રાઉન્ડના અંતે બાવળીયા 11,000થી વધુ મતથી આગળ

10માં રાઉન્ડની ગણતરી પૂર્ણ, નોટામાં 600થી વધુ મત

નવમા રાઉન્ડની ગણતરી શરુ, લીડ ઘટવા છતાં બાવળીયા આગળ

 જસદણ શહેરમાં બાવળીયાની લીડ ઘટી, 8000 મતથી આગળ રહ્યાં

ભાજપના કાર્યાલય કમલમ ખાતે ઉજવણીની તૈયારી

ધારાસભ્ય અને ભાજપના આગેવાન કાર્યકરો કમલમ પહોંચશે

કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડા એ સ્વીકાર્યુ કે કોંગ્રેસ માટે હવે કરવું મુશ્કેલ છે

જસદણમાં 7 રાઉન્ડના અંતે કુંવરજી બાવળિયા આગળ

છ રાઉન્ડના અંતે નોટામાં 635 મત પડ્યાં

ભાજપના કુંવરજી બાવળિયાને મળ્યા 30968 મત

કોંગ્રેસના અવસર નાકિયાને મળ્યા 19964 મત

કુંવરજીના સમર્થકોમાં જીતનો આત્મવિશ્વાસ વધ્યો, મીઠાઈ અને ફટાકડાના ઓર્ડર અપાયાં

વિંછીયાના મતોની ગણતરી,બાવળીયા 11000 મતની લીડથી આગળ નીકળ્યાં

8000 મતની લીડ સાથે પાંચમા રાઉન્ડમાં પણ બાવળીયા આગળ

4 રાઉન્ડના અંતે નોટાને  456 મત મળ્યાં

ચાર રાઉન્ડના અંતે કુંવરજી બાવળીયા 3074 મતથી આગળ

વિંછીયા વિસ્તારની મતગણતરી શરુ, કોળી મતો મહત્ત્વના સાબિત થશે

ત્રીજા રાઉન્ડના અંતે કુંવરજી બાવળીયા 2721 મતથી આગળ

મતગણતરીનો બીજો રાઉન્ડ

બાવળીયા 1500થી વધુ મતથી આગળ

અત્યાર સુધીમાં નોટામાં 242 મત પડ્યાં

કુંવરજી બાવળીયાની લીડ વધી રહી હોવાના ખબર, 1100 મતથી આગળ

આ બંને રાઉન્ડમાં બાવળીયા-નાકીયાના પોતાના મતવિસ્તારના ઈવીએમ ખુલશે

6ઠ્ઠો અને 3મો રાઉન્ડ નિર્ણાયક બની રહેશે

પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ, કુંવરજી બાવળીયા આગળ

પોલિંગ બૂથ પર બંને ઉમેદવાર

ભાજપના ભરત બોઘરા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ

પ્રથમ વલણ મુજબ કુંવરજી બાવળીયા આગળ ચાલી રહ્યાં છે

બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે

સમર્થકો તેમ જ ઉમેદવારોને જીતનો ઉત્સાહ

બંને પક્ષના ઉમેદવારો કુંવરજી અને અવસર નાકિયા મતગણતરી સ્થળે આવી પહોંચ્યા…

અંદાજિત ચારેક કલાકમાં તમામ પરિણામો જાહેર થઈ જશે.

100 થી વધુ બેલેટની પણ કરાશે ગણતરી…

ઉમેદવારોના સમર્થકોમાં અનોખો ઉત્સાહ

-સવારે 8ના ટકોરે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ

 

જસદણ પેટાચૂંટણીમાં 20 ડીસેમ્બરે યોજાયેલ મતદાનમાં 71.23 ટકા મતદાન થયું હતું. રાજ્યભરના લોકો માટે આ પરિણામ ઉત્સુકતા જગાડનાર બન્યું હતું. કુલ 19 રાઉન્ડમાં 165325 મતોની ગણતરી કરવામાં આવી હતી. કુલ 14 જેટલા ટેબલ પર ગણતરી કરવામાં આવી હતી. આ પરિણામમાં સવારના સાડાઅગિયાર વાગતાં પહેલાં આવી ગયું હતું.જીતના ખબર પાકાં થતાં સીએમ રુપાણી અને નાયબ સીએમ નિતીન પટેલ ગાંધીનગર કમલમમાં પહોંચી ગયાં હતાં અને કાર્યકરોના ફટાકડાં ફોડવા સાથે, મીઠાઈ વહેંચવાની ખુશીમાં શામેલ થયાં હતાં.

સીએમ રુપાણીએ જસદણ જેવી કોગ્રેસનો ગઢ બની રહેલી બેઠકનો કાંગરો સર કર્યો તેની ખુશી વહેંચતાં આ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી હતી.તેમણે જણાવ્યું કે ‘જસદણમાં પરિણામ આવી ગયું છે 19,985 મતથી ભવ્ય વિજય ભાજપને પ્રાપ્ત થયો છે. ત્રણ રાજ્યોના પરિણામ પછી કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં અનેક જૂઠો પ્રચાર જસદણમાં કરતી હતી. સામદામદંડભેદ અને મોટી સંખ્યામાં લોકો પ્રચારમાં ઊતારી ચૂંટણી જીતવાના કારસા કર્યાં પણ જનતાએ પરિવપક્વતા દાખવી મોટી લીડથી કુંવરજીને જીતાડ્યાં છે

કુંવરજીભાઈ ગઈ વખતે 9000 મતથી જીત્યાં હતાં અને આ વખતે 20હજારની લીડ મળી છે. તે આ જીત કમળની જીત છે કારણ કે લોકોને ભાજપના કમળ પર નિશાન કર્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી લોકસભા બેઠકની ચૂંટણીમાં બધી બેઠક જીતવાનો સંકેત આ જીતે આપ્યો છે.

કોંગ્રેસે ખેડૂતોના નામે ઘણાં નાટક કર્યાં, છેલ્લે છેલ્લે તો ડુંગળીના હાર પહેરી ગયાં, પણ લોકોએ ભાજપને મત આપ્યાં છે કુંવરજી મોટી લીડથી જીત્યાં છે એ બતાવે છે કે તમામ વર્ગ, ખેડૂતોએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેદ્ર-ગુજરાતની સરકારની કામગીરી સ્વીકારી છે.

લોકો કોંગ્રેસને ઓળખી ગયાં છે. ગુજરાતમાં ભાજપનો ગઢ વધુ મજબૂત બન્યો છે.હવે અમે 100 સભ્યો થયાં છીએ. એટલે ત્રણ આંકડામાં અમે પહોંચી ગયાં છે. કોંગ્રેસના નેતાઓએ ઘણો વાણીવિલાસ કર્યો હતો તો તેનો જનતાએ જવાબ આપી દીધો છે. કોંગ્રેસનું સ્થાન જનતાએ નક્કી કરી દીધું છે. લોકસભામાં 26 બેઠક ભાજપ જનતાના પ્રેમ વિશ્વાસ અને સહકારથી જીતી જશે એવો વિશ્વાસ છે.’

તો, જસદણમાં વિજયોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બાવળીયાને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું કે આ વિજય કાર્યકર્તાઓનો અને જનતા-જનાર્દનનો સુશાસન પરનો અડીખમ વિશ્વાસ છે. વિજેતા જાહેર થતાં જ કુંવરજી બાવળીયાએ પણ આ મારી નહીં પણ જસદણની જનતાની જીત છે તેવુ નિવેદન આપ્યુ હતું.

ભાજપ મુખ્યાલય કમલમ ખાતે ઉત્સાહનો માહોલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]