અમદાવાદઃ જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ‘જેટ્રો’ બિઝનેસ સપોર્ટ સેન્ટરનો પ્રારંભ

અમદાવાદ– તત્કાલીન સીએમ મોદીના ગુજરાતમાં શાસન દરમિયાનના કેટલાક પ્રક્લ્પના ભાગરુપે જાપાન સાથે કેટલાક પ્રોજેક્ટ હાથ ધરાયાં હતાં. જાપાન મૈત્રીના ભાગરુપે 2003થી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. જાપાનના 80 જેટલાં ઉદ્યોગો ગુજરાતમાં કાર્યરત છે. હવે આ બિઝનેસ સેન્ટર શરું થતાં જાપનીઝ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણો અને ઉદ્યોગ સંસ્થાપન માટે સરળતા થશે.મુખ્યપ્રધાન વિજય રુપાણી જેટ્રોના ચેરમેન અને સીઈઓ હીરોયૂકી ઇશીગે અને મુંબઈસ્થિત જાપાન કોન્સુઅલ જનરલની ઉપસ્થિતિમાં આ બિઝનેસ સેન્ટરનો શુભારંભ કરાવશે.

સપ્ટેમ્બર 2017માં જાપાનીઝ પ્રધાનમંત્રી શિંઝો ઍબેની ગુજરાત મુલાકાત વેળાએ આ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા માટેના એગ્રિમેન્ટ થયાં હતાં..

અમદાવાદમાં કાર્યરત થનારું આ બિઝનેસ સપોર્ટ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર બની રહેશે. ગુરુવારે સવારે 10 30 કલાકે આ સેન્ટરના પ્રારંભનો  સમારોહ હોટલ ક્રાઉન પ્લાઝા સિટી સેન્ટર એસ.જી હાઇવે ખાતે યોજાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]