ભાજપ વચનો જ આપે છે, ખેડૂતો હજી સહાય વિહોણાઃ પરેશ ધાનાણી

જુનાગઢઃ આર્થિક મંદી-મોંઘવારી-બેરોજગારી-અતિવૃષ્ટિ, અત્યાચાર-ભ્રષ્ટાચાર અને ટ્રાફિક ટેરરીઝમ સહિતની અનેક સમસ્યાને ઉજાગકર કરવા જૂનાગઢ કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતના વિવિધ વર્ગોની સમસ્યાઓનું કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. આ મામલે પરેશ ધાનાણીએ જણાવ્યું કે ભાજપ માત્ર લોકોને વચન આપે છે, ખેડૂતોને હજુ પણ સહાય મળી નથી.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ તથા કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે અને પાક નિષ્ફળ પણ ગયો છે. આ ખેડૂતોને વળતર આપવા, શિક્ષીત બેરોજગાર યુવાનોને રોજગાર તથા ગરીબોને ૧૦૦ ચો.વારના પ્લોટ આપવા મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું.