ક્રાઇમ કંટ્રોલ ઇન ક્રાઉડ માટે ઇઝરાયેલની આધુનિક પદ્ધતિનો સર્વપ્રથમ રાજકોટમાં ઉપયોગ

રાજકોટ- ક્રાઇમ કંટ્રોલ ઇન ક્રાઉડ માટે ઇઝરાયેલની આધુનિક પદ્ધતિનો સર્વપ્રથમ રાજકોટમાં ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં જનમાષ્ટમી નિમિત્તે યોજાયેલા ગોરસ મેળામાં શહેર પોલીસ ઇઝરાયેલની ઇન્ટેલિજન્ટ પેટ્રોલિંગ સીસ્ટમનો ઉપયોગ કરી રહી છે. જેમાં પોલીસકર્મી ગણવેશ ઉપર એક ખાસ યુનિટ લગાવાશે, જેના થકી ગુનેગારોના ચહેરા તરત ઓળખી લેવાશે.ફાઈલ ચિત્રઃ સીએમ રુપાણીએ ઈઝરાયેલમાં મેળવી હતી માહિતી…

અત્યાધુનિક ઇઝરાયેલી ટેકનોલોજીના ‘‘ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમ‘‘ ના પ્રયોગ ધ્વારા માનવીય મર્યાદાઓમાં ઘટાડો કરી ભીડમાં પેટ્રોલિંગ દરમિયાન જાણીતા ગુન્હેગારોને સહેલાઇથી ઓળખી શકાશે. રાજકોટ શહેર પોલીસ મેળાવડામાં બનતા ગુના અટકાવવા, તેમાં રહેલા શંકાસ્પદ આરોપીઓને શોધી કાઢવા માટે નવતર પદ્ધતિ અપનાવવા માટે જઇ રહી છે. સુરક્ષા પ્રણાલિમાં અવ્વલ રહેલા ઇઝરાયેલમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, એ ‘‘ઇન્ટેલિજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમ’’નો ભારતમાં સર્વપ્રથમ વખત રાજકોટ શહેરના લોકમેળામાં ઉપયોગ થવા જઇ રહ્યો છે.
શહેર પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલે કહ્યું કે ગુજરાત રાજયના મુખ્યપ્રધાન રુપાણી થોડા સમય પહેલાં ગુજરાતના અધિકારી ઓની ટીમ સાથે ઇઝરાયેલ દેશની મુલાકાતે ગયા હતા જેમાં સુરક્ષા અને સલામતી માટે અલગ અલગ આધુનિક ટેકનોલોજીની ઉપયોગીતા બાબતે જાણકારી મેળવી હતી.જેનો પ્રાયોગિક ધોરણે અમલ કરવા નકકી કરવામાં આવ્યુ છે.
આ ઇનટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમમાં આરોપીઓના ફોટોગ્રાફસ અને અવાજનો નમુનો લગાવેલ હોય છે. પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ અધિકારી પોતાના ગણવેશ પર ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ યુનિટને લગાવે છે, તે કેમેરા ધણી મોટી સંખ્યામાં એકત્ર થફેલા લોકોની ભીડમાં પણ તેની રેન્જમાં ગુન્હેગારોના ચહેરાની સહેલાઇથી ઓળખ કરી કન્ટ્રોલ રૂમ પર તેનો સંદેશો મોકલે છે.
કન્ટ્રોલ રૂમ ખાતેના અધીકારી કોઇ આરોપી સાથે ચહેરો મેચ થતાં જ પેટ્રોલીંગ કરી રહેલા અધિકારીને સતર્ક કરી સંદિગ્ધ વ્યકિત વિષે જણાવતા પોલીસ અધીકારી તે સંદિગ્ધની પૂછપરછ કરશે. ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ યુનિટ ફીડ કરેલા ડેટા ધ્વારા સંદિગ્ધ વ્યકિતનો અવાજ ઓળખીને તે ગુન્હેગાર વ્યકિતને મળતો હોવાનુ ચોકકસ કરશે. જેના કારણે પોલીસ અધિકારી તાત્કાલિક એ આરોપીની ધરપકડ કરી શકશે.​

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]