સુરતમાં ISISના બે ત્રાસવાદી પકડાયા; ગુજરાત એટીએસની સફળતા

સુરત – ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના જવાનોએ આજે સુરત શહેરમાંથી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ISISના બે શંકાસ્પદ ત્રાસવાદીને પકડ્યા છે.

આ બંને જણ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે અમદાવાદમાં એક ત્રાસવાદી હુમલાના કાવતરાનો અમલ કરવાની તૈયારીમાં હતા.

કાસીમ અને ઓબેદ નામના
આતંકીઓ અમદાવાદમાં બોમ્બ વિસ્ફોટ કરવાના હતા.

બંને આંતકી સુરતના વતની છે.
એક હોસ્પિટલ ટેકનિશિયન અને બીજો વકીલ છે.

ગુજરાતમાં આવતી ૯ અને ૧૪ ડિસેંબર, એમ બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.

કુલ ૧૮૨ બેઠકોમાંથી પહેલા તબક્કામાં ૮૯ બેઠકો પર મતદાન યોજાશે. રાજ્યના ૩૩માંથી ૧૯ જિલ્લાઓમાં આ બેઠકો છે.

બીજા તબક્કામાં ૧૪ જિલ્લાઓમાં બાકીની ૯૩ બેઠકો પર મતદાન થશે.

મતગણતરી અને પરિણામ માટે ૧૮ ડિસેંબર નક્કી કરાઈ છે. એ જ દિવસે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પણ પરિણામ જાહેર કરાશે. ત્યાં ૯ નવેંબરે મતદાન યોજાવાનું છે.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ૧૯૯૮ની સાલથી સત્તા પર છે. કોંગ્રેસ હવે કમબેક કરવાના પ્રયાસમાં છે.T

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]