3 ઓગસ્ટથી ઇન્ટરનેશનલ બાયર સેલર મીટ યોજાશે

ગાંધીનગર- તારીખ 3થી 6 ઓગસ્ટ દરમિયાન ‘ઇન્ટરનેશનલ બાયર સેલર મીટ’ યોજાશે, જેનો પ્રારંભ સીએમ વિજય રુપાણી કરાવશે. મહાત્મા મંદિરમાં યોજાનાર આ મીટમાં 100 આંતરરાષ્ટ્રીય અને 200 રાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે.

રાજ્યના હસ્તકલા-હાથશાળ ઉદ્યોગના કારીગરોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમને યોગ્ય આર્થિક વળતર મળે તેવા હેતુથી યોજાનાર આ મીટમાં ગરવી ગુજરાત-૨૦૧૮’નું આયોજન ગુજરાત સ્ટેટ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટસ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરાયું છે.

આ બાયર સેલર મીટને તા.૩જી ઓગસ્ટે સવારે 10 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખુલ્લી મૂકશે. આ મીટમાં ૧૦૦ આંતરાષ્ટ્રીય અને ૨૦૦ દેશભરના કલાકસબીઓ ઉપસ્થિત રહેશે અને ૧૫૦થી વધુ કૃતિઓનું નિદર્શન કરવામાં આવનાર છે, એમ ગુજરાત હેન્ડલુમ એન્ડ હેન્ડ્રીક્રાફટ્સ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]