ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં હવે ત્રિકોણીયો જંગ?

અમદાવાદ: ગુજરાતની 6 વિધાનસભા બેઠકો પર થઈ રહેલી પેટાચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા) મેદાનમાં ઉતરવાથી તમામ બેઠકો પર ત્રિકોણીય જંગ થશે. કોંગ્રેસે રાકાંપા સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ તરફ ભાજપમાં ટિકિટ માટે સૌથી વધુ દાવેદાર માનવામાં આવતા શંકર ચૌધરી રેસમાંથી બહાર થઈ ગયા છે.

મહત્વનું છે કે, અમદાવાદની અમરાઈવાડી, સાંબરકાંઠા, બાયડ, રાધનપુર, લૂનાવાડા, ખેરાલુ અને થરાદ વિધાનસભા બેઠકો પર આગામી 21 ઓક્ટોબરે પેટાચૂંટણી થશે.

આ પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને રાકાંપા એ તમામ 6 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેથી આ મુકાબલો રોમાંચક બની જશે. રાધનપુર અને બાયડ બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. આ બંન્ને બેઠકો પર પહેલા અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, ત્યારબાદ બંન્ને પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયા હતાં. ભાજપે આ બંન્ને ફરી વખત એ જ બેઠકો પરથી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ આ બેઠકો પર જીત મેળવવા માટે ખાસ રણનીતિ પર કામ કરી રહી છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ રઘુ દેસાઈને મેદાનમાં ઉતારીને ઠાકોર સમાજની સામે અન્ય જ્ઞાતિને પ્રતિબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે.  તો આ તરફ બાયડમાં ઝાલાની સામે પટેલને ટિકિટ આપીને મુકાબલાને રોચક બનાવી દીધો છે.

એનસીપીના ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પાર્ટી તમામ 6 બેઠકો પર પેટાચૂંટણી લડી રહી છે. કોંગ્રેસને ગઠબંધનમાં રૂચી નથી, જેથી અમે તમામ બેઠકો પર ઉમેદવારોને ઉતાર્યા છે. વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ બાયડથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ હતી પણ અંતિમ સમયે તે પાછળ હટી ગયા છે.

ચૂંટણીની ગરમાગરમી વચ્ચે હવે જોવું એ રહેશે કે, ગુજરાતની 6 બેઠકો પર કોને જીત મળે છે. આ વખતે પેટાચૂંટણીમાં હરિફાઈ રોચક બની રહે તેવા અણસાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]