અમદાવાદમાં ઇન્ફોસીસના નારાયણ મૂર્તિ, આપી ખૂબ ઉપયોગી ટિપ્સ

અમદાવાદ- ‘યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન’  અમદાવાદ ચેપ્ટર દ્વારા ભારતીય આઈ.ટી ઇન્ડસ્ટ્રીના  પિતામહ તરીકે જાણીતા ઇન્ફોસિસના કો-ફાઉન્ડર ‘નારાયણ મૂર્થી’  સાથે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. જેમાં ”વીટ એન્ડ વિઝડમ ઓફ નારાયણ મુર્થી” વિષય સાથે તેમની જીવન યાત્રા પર સંવાદ કરવામાં આવ્યો હતો.

આ વાર્તાલાપમાં  ‘નારાયણ મૂર્થી’એ લોકોને સંબોધન કરતાં કહ્યું કે, ભારત દેશના વધુમાં વધુ યુવાઓ ઉદ્યોગ સાહસિક બને અને સ્વરોજગાર તરફ વળે તો આ દેશમાંથી ગરીબી દૂર થઇ શકે છે. જરૂરિયાતમંદ લોકોને સહાય કરતાં શીખવું જોઈએ જો તમારી પાસે  થોડા પણ વધારાના પૈસા હોય તો તેનો લોકહિતમાં ઉપયોગ કરવો જોઈએ. ગમે તેવા વિપરીત સંજોગોમાં સાહસ અને ઉત્સાહ સાથે વ્યક્તિએ હંમેશા આગળ વધવા માટેના ગુણો કેળવવા જોઈએ. ‘યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન’  (વાયફ્લો) અમદાવાદના ચેરપર્સન શ્રિયા દામાણીએ જણાવ્યુ કે ‘નારાયણ મૂર્થી’  સાથેનો વાર્તાલાપ ‘વાયફલો’ના મેમ્બર્સ અને આમન્ત્રિત મહેમાનો માટે ખૂબજ ઉપયોગી અને પ્રેરણા દાયક રહેશે, તેમજ ભવિષ્યમાં વાયફ્લો દ્વારા યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકો માટે આ પ્રકારના વધુ વાર્તાલાપ અને સેમિનારનું આયોજન પણ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]