આ નવરાત્રિમાં જોવા મળશે અવનવી થીમ અને ડિઝાઇનર ટ્રેડિશનલ ડ્રેસ

અમદાવાદઃ શહેરમાં નવરાત્રિની તૈયારીઓ ઠેર ઠેર જોવા મળી રહી છે. જુદા જુદા ગ્રુપ પોતાના સાથીઓ સાથે ભરપૂર તૈયારીઓ કરી રહ્યાં છે. શહેરનું જાણીતું પનઘટ પરફોર્મિંગઆર્ટ્સ ગૃપ કે જે રાસગરબા શીખવાડતી સરકાર માન્ય સંસ્થા છે. આ ગ્રુપ દ્વારા નવરાત્રિ પૂર્વે આજે શુક્રવારની સવારે કળાત્મક ડ્રેસ પરફોર્મન્સ અને પ્રેકટિસ કરવામાં આવી.

સતત 18 વર્ષ માં 34 કરતાં વધારે દેશમાં ગુજરાતની રાસગરબાની આગવી સંસ્કૃતિને પહોંચાડનાર પનઘટ સંસ્થાના 50 જેટલા કલાકારોએ આજે પોતાની કળાને સુંદર રીતે રજૂ કરી હતી. પનઘટ સંસ્થાના ચેતન દવેએ chitralekha.com ને જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની રાસ-ગરબાની આ ભવ્ય સંસ્કૃતિને દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડવાનો છે.

આજના નવરાત્રિ પૂર્વેના આ રાસ-ગરબાની રમઝટમાં  અનેક વિશેષતાઓ અને ડિઝાઇનર ડ્રેસ સાથે ખેલૈયાઓમાં આવનારા ઉત્સવનો ઉત્સાહ જોવા મળતો હતો.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]