રેલવેમાં આવી બમ્પર ભરતીઃ 89,000થી વધુ ભરતી થશે

અમદાવાદ– ભારતીય રેલવેમાં નોકરી માટે મોટા પ્રમાણમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ભારતીય રેલવે દ્વારા કુલ 89,000થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે ખાસ નોકરીની તક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.રેલવેમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી સ્તરની જોબ માટે યોગ્ય ઉમેદવારોની દેશભરમાંથી અરજીઓ મંગાવાઇ છે. જેમાં ગ્રુપ સીમાં મદદનીશ લૉકૉ પાયલટ અને ટેકનિશિયન માટે કુલ 26,507 જગ્યાઓ છે. આ પોસ્ટ પર અરજી કરવા માટેની છેલ્લી તારીખ 5મી માર્ચ 2018 છે. જ્યારે પ્રારંભિક પગારધોરણ 19,900 અને ભથ્થાં છે.

જ્યારે ગ્રુપ ડી માટેની ભરતીમાં ટ્રેક મેન, ગેંગમેન, મદદગારો, પોર્ટર, પોઇન્ટમેન અને કેબિનમેનની કુલ 62,907 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગ્રુપ ડી પોસ્ટ માટે જરુરી લઘુત્તમ લાયકાત ધોર.10 અથવા આઈટીઆઈ પાસ છે. આ શ્રેણી માટે માસિક 18,000 અને ભથ્થાં પગારધોરણ છે. અને અરજી કરવાની અંતિમ તારીખ 12મી માર્ચ 2018 છે.

રેલવે દ્વારા આ સામૂહિક ભરતીના પ્રયાસનો હેતુ દેશના યુવાવર્ગમાં બેરોજગારોને નોકરીની તક ઉપલબ્ધ કરાવવાનો છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો માટે રેલવેની વેબસાઈટ https://bit.ly/Railjobs પર વિગતે જોઇ શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]