જુનાગઢમાં 3 હિંદુ અને 1 મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ

જુનાગઢઃ એકબાજુ દેશભરમાં નાગરિકતા કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે જુનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જુનાગઢમાં 3 હિંદુ અને એક મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ છે. જુનાગઢમાંથી 43 જેટલા મુસ્લિમ સહિત 49 શરણાર્થીઓએ ભારતય નાગરિકતા માટે અરજી કરી હતી.

નાગરિકતા એકટ બિલ પાસ થયા બાદ જૂનાગઢ જિલ્લામાંથી ભારતીય નાગરિકતા મેળવવા માટે કુલ 49 અરજી આવી છે. જેમાંથી 4ને નાગરિકતા આપવામાં આવી છે. એકનું રજિસ્ટ્રેશન કરાયું છે, જ્યારે હજુ 44 અરજીઓ પર નિર્ણય લેવાતાના બાકી છે. જૂનાગઢમાં ભારતીય નાગરિકતા મેળવવા માટે કરેલી 49 અરજીઓમાંથી મોટાભાગના લગ્ન કરેલા લોકોની અરજીઓ છે. 49 અરજીઓ પૈકી 6 હિંદુ લઘુમતી સમાજની છે, જેમાં 3ને ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે. 43 મુસ્લિમ બહુમતી સમાજની અરજીઓ છે, જેમાંથી એકને નાગરિકતા અપાઈ છે, બાકીની અરજીઓ પર અભ્યાસ ચાલું છે.