ગુજરાતની 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરોને ‘આનંદો’!

ગાંધીનગર- ગાંધીનગર- ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કાઉન્સિલરોના માસિક માનદ વેતન તેમજ અન્ય ભથ્થામાં 1 એપ્રિલ 2018ની અસરથી વધારો આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે તેમના જન્મદિન નિમિત્તે કોર્પોરેટરોના વેતનમાં વધારો કરીને તેમને ગિફટ આપી છે. વિજય રૂપાણીના આ નિર્ણય અનુસાર હવે અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટના  કોર્પોરેટરને માસિક રુ.12 હજાર માનદ વેતન, તેમજ મીટિંગ ભથ્થું દર મીટિંગના રુ.500,  ટેલિફોન એલાઉન્સ માસિક રુ.1000 તથા સ્ટેશનરી એલાઉન્સ દર મહિને રુ.1500 પ્રમાણે મળશે.
જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોને માસિક રુ.7000 માનદ વેતન અને મીટિંગ દીઠ ભથ્થું રુ.500 તથા દર મહિને ટેલિફોન ભથ્થુ રુ.1000 તેમજ સ્ટેશનરી ભથ્થું રુ.1500 મળશે.

આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને માસિક રુ.3000 માનદ વેતન મળતું હતું. તેમજ મીટિંગ દીઠ ભથ્થું રૂ.250, માસિક ટેલિફોન ભથ્થું રુ.750 અને સ્ટેશનરી ભથ્થું રુ.500 મળતું હતું.

હાઈલાઈટ્સ
–       રાજ્યની 8 મનપાના કોર્પોરેટરોના માસિક વેતનમાં ધરખમ વધારો

–       1 એપ્રિલ 2018ની અસરથી અપાશે વધારો

–       રાજ્યના શહેરી વિકાસ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

–       અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના કોર્પોરેટરોને રૂ.12,000નું માસિક માનદ વેતન

–       ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોને રૂ.7,000 માસિક માનદ વેતન

–       અગાઉ કોર્પોરેટરોને રૂ.3000 મળતુ હતું માનદ વેતન

–       માનદ વેતનમાં 300 ગણો વધારો

–       અગાઉ મિટિંગ રૂ.250 મળતુ હતું, હવે મિટિંગ ભથ્થુ રૂ.500 મળશે

–       અગાઉ ટેલિફોન ભથ્થુ રૂ.750 મળતુ હતું, હવે ટેલિફોન ભથ્થુ રૂ.1000 મળશે

–       અગાઉ સ્ટેશનરી ભથ્થુ રૂ.500 મળતુ હતું, હવે સ્ટેશનરી ભથ્થુ રૂ.1500 મળશે

–       મિટિંગ ભથ્થામાં બમણો વધારો કરાયો

–       ટેલિફોન ભથ્થામાં 50 ટકાનો વધારો

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]