આ સહેલી કરી આપશે મોટી મૂઝંવણનો ઉપાય…

ગાંધીનગર– ગુજરાતમાં આવેલા સ્વ સહાય જુથ, તેમનાં સભ્યો, તેમના કુટુંબીજનો તથા સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે Good and Service Tax નાં માળખામાં સરળતાથી નોંધણી કરાવી શકે અને ટેક્સ ભરી શકે તે હેતુથી ગ્રામ વિકાસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.(GLPC) તરફથી તેમના લાભાર્થીઓ માટે ‘‘GST સહેલી પોર્ટલ’’ શરૂ કરવામાં આવ્યું છે.મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગ્રામીણ વિસ્તારમાં આર્થિક સક્ષમતા માટે મહિલાશક્તિના યોગદાનને પ્રેરિત કરતી GST સહેલી અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ એ અલગ-અલગ કર-ટેક્ષની પરંપરાગત પ્રથાને સ્થાને વન નેશન વન ટેક્ષ તહેત GST દેશભરમાં અમલી બનાવ્યો છે. રાજ્યનો સામાન્ય વ્યવસાયકાર સરળતાથી GSTની પધ્ધતિઓ સમજી શક તેની નવતર પહેલરૂપે અંગ્રેજી-ગુજરાતી ભાષામાં GST સહેલી વેબ પોર્ટલ www.gstsaheli.co.in ગ્રામ વિકાસ કમિશનરેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.આ પોર્ટલની મદદથી સખીમંડળ, દુધમંડળી, સેવા સહકારી મંડળી, નાના, સૂક્ષ્મ તથા મધ્યમ ઉદ્યોગોને GSTના અમલીકરણમાં આવતી મુશ્કેલી ઓછી થશે.

GST સહેલી સુવિધા સેન્ટર મારફતે રાજ્યનાં જુદા-જુદા તાલુકા અને જિલ્લામાં રોજગારીની તક ઉભી થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. GLPC  એ GST  સુવિધા પ્રાપ્ત કરવા માટે GSTN સાથે તા.૨૩ માર્ચ ૨૦૧૮ના રોજ કરાર કરી તે મુજબ GSTN GST  પોર્ટલ એસેસ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. GLPC તરફથી GST  સહેલી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે તેના પર ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. GST ની કામગીરી કરવા માટે ગુજરાતભરમાં જરૂરિયાત મુજબ દરેક જિલ્લામાંથી RSETI દ્વારા GST સહેલી-સહાયક તરીકે યુવક-યુવતીઓને તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ યોજના હેઠળ GST સહાયકો (GST સહેલી) જરૂરિયાત મુજબ તૈયાર થાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. જે યુવાનો/યુવતીઓને કોમર્સ, Tally Accounting ને લગતા કામના જાણકાર હોય તેવા યુવાનોની GST ની તાલીમ આપ્યા બાદ સહાયક તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં અંદાજિત ૧૦૦૦ જેટલા GST સહાયકો આગામી ચાર માસમાં તૈયાર કરવાનું આયોજન છે. આ માટે અલગ અલગ કંપનીઓ સાથે સમજૂતી કરવામાં આવી છે.

આ કાર્યક્રમથી નાના-મોટા ધંધા કરતા સ્વ-સહાય જુથો, નાના ધંધાદારી વ્યક્તિઓ, MSMEs વિગેરેને વાજબી ફી થી સરળ ગુજરાતીમાં પોતાનું GST નું કામ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથે સાથે ગુજરાતનાં યુવાનોમાં રોજગારી ઉભી કરવાનું કામ પણ કરવામાં આવીરહ્યું છે.. આ હેતુ માટે તા.૭મે ૨૦૧૮ના રોજ Good and Service Tax Payers માટેનું GST સહેલીના પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે તેમજ આ જ દિવસે GST સહાયકોનું રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ગ્રામ્ય / શહેરી વિસ્તારમાં સરળતાથી સગવડ મળી રહે તે માટે GST સહાયકો તૈયાર કરવા માટે RSETI મારફતે પાંચ જિલ્લાઓમાં તાલીમ શરૂ કરવામાં આવી છે જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]