ડિલિવરી બોય ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે તો થશે કડક કાર્યવાહી

અમદાવાદ : ટ્રાફિક પોલીસે ઈ-કોમર્સ સાથે જોડાયેલ ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ ડોમિનોઝ, સ્વીગી, ઝોમેટો જેવી કંપનીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કંપનીના ડિલીવરી બોયને ટ્રાફિક નિયમન પાળવા સૂચનના આપવામાં આવી હતી.  ટ્રાફિક પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો ડિલિવરી બોય દ્વારા ટ્રાફિકના નિયમનનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી થશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હાલ ઓનલાઈન ફૂડ ડિલિવરીની માંગ વધી રહી છે અને નવી નવી ઈ-કોમર્સ કંપનીઓ મેદાનમાં આવી રહી છે. ફૂડની હોમ ડિલિવરી માટે ડિલિવરી બોયને સમયસર ફૂડની ડિલિવરી કરવી પડતી હોય છે. જો સમયસર ફૂડ ડિલિવરી નહીં કરતા તેમના પર પેનલ્ટી લાગતી હોય છે. પેનલ્ટીથી બચવા ઘણી વખત ડિલિવરી બોય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ કરતા જોવા મળે છે.

તો બીજી તરફ અમદાવાદ  કેલેકટર ઓફિસ ખાતે રોડ સેફટી મિટિંગ મળી હતી. આ બેઠકમાં અકસ્માત નિવારવા માટે અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

બ્લાઇન્ડ સ્પોટ પર સૌથી વધુ અકસ્માત થતાં હોવાને કારણે એક સર્વે તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત હેલ્મેટની કિંમતમાં ૮૦ ટકા સુધીના ઘટાડો કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]