વેચાઈ રહ્યો છે પાટણનો લેન્કો સોલાર પ્રોજેક્ટ? પ્લાન્ટનું દેવું 346 કરોડ રૂપિયા

નવી દિલ્હી- આઈ.ડી.બી.આઈ. બેન્ક વતી ડિલોઈટ (ઈન્ડિયા)એ પબ્લિક નોટિસના માધ્યમથી પાટણના સોલાર પ્લાન્ટ માટે બીડ મગાવી છે. બીડ નોંધાવવાની અંતિમ તારીખ 15 માર્ચ છે. હાલમાં 30 મેગાવોટનો આ સોલાર પાવર પ્રોજેક્ટ લેન્કો સોલાર ગુજરાત(એલ.એસ.જી.પી.એલ) દ્વારા માલકિત અને સંચાલિત છે. આ પ્રોજેક્ટ પાછળ આઈ.ડી.બી.આઈ. બેન્ક એક માત્ર દેણદાર છે.

2018ના ઓક્ટોબરના આંકડા પ્રમાણે પ્લાન્ટનું દેવું 346 કરોડ રૂપિયા

એલ.એસ.જી.પી.એલ. એ લેન્કો ઈન્ફ્રાટેકની પેટાકંપની છે. લેન્કો ઈન્ફ્રાટેકને રિઝર્વ બેન્કે 12 સૌથી મોટી એન.પી.એ.(નોન પર્ફોમિંગ એસેટ્સ)માં જાહેર કરી હતી એ પછી નાદારીના નવા નિયમ પ્રમાણે કંપનીના લિક્વિડેટ(દેવું સરભર કરવા માટેની પ્રક્રિયા) માટે ટ્રિબ્યુનલમાં આઈ.ડી.બી.આઈ. બેન્કે રજૂઆત કરી હતી. હવે આઈ.ડી.બી.આઈ.એ પાટણના સોલાર પ્લાન્ટના વેચાણ માટે ડિલોઈટ(ઈન્ડિયા)ને જવાબદારી સોંપી છે.

થોડા સમય અગાઉ એલ.એસ.જી.પી.એલ.નો રેટિંગ પણ ‘બી’થી ઘટીને ‘ડી’ થઈ ગયો હતો, કારણ કે કંપની ધાર્યા પ્રમાણે ઊર્જાનિર્માણ નહોતી કરી શકી. એ માટે એક મહત્વનું કારણ પાછલાં વર્ષોમાં આ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પણ ગણવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]