કોઇપણ પક્ષમાં જોડાઈ નામના હલકી કરવા માગતો નથી, ભાજપમાં નથી જોડાયોઃ હેમંત ચૌહાણ

અમદાવાદઃ  ગુજરાતના ખ્યાતનામ ભજનિક હેમંત ચૌહાણે કહ્યું છે કે, તેઓ ભાજપમાં નથી જોડાયાં. તેઓ ફક્ત ભાજપના સન્માન કાર્યક્રમમાં ગયાં હતાં. હેમંત ચૌહાણે બે જ દિવસમાં ભાજપમાં જોડાવાનો ઇન્કાર કરી દેતાં હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. હેમંત ચૌહાણે એક વીડિયો પોસ્ટ કરીને પોતે ભાજપમાં જોડાયા હોવાનો ઇન્કાર કર્યો છે.તેમણે જણાવ્યું કે….

તેમણે જણાવ્યું છે કે કલાકાર હોવાથી સન્માન કાર્યક્રમમાં અમને બોલાવવામાં આવતા હોય છે ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે. પાંચ વર્ષ પહેલા મને ચૂંટણીમાં ટિકિટની ઓફર થઈ હતી ત્યારે મેં ના કહી હતી. મારું કામ ભજન કરવાનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું.કોઇપણ રાજકીય પક્ષમાં જોડાઈને મારી નામના હલકી કરવા માગતો નતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]