આઠ મહિનાથી રજા પર અધિકારી કહે છે કે ‘હું ભગવાન કલ્કિનો અવતાર છુ’

રાજકોટ– વડોદરા સરદાર સરોવર નિગમની કચેરીમાં પુનઃવસવાટ વિભાગમાં અધિક્ષક એન્જિનયર તરીકે ફરજ બજાવતા અધિકારી રમેશચંદ્ર ફેફરે છેલ્લા 8 મહિનાથી રજા પર છે. આમ તેઓ રાજકોટના રહેવાસી છે. તેઓ 8 મહિનાથી રજા પર છે, જ્યારે તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાને વિષ્ણુ અવતાર હોવાનું કારણ આપ્યું હતું, કે હું ઓફિસમાં સાધના કરી શકુ નહી, જેથી રજા પર છું. રાજકોટમાં મિડિયા સામે હાજર થયા ત્યારે પણ તેમણે આ જ રટણ ચાલુ રાખ્યું હતું.રમેશચંદ્ર ફેફરે પોતાને ભગવાન કલ્કીનો અવતાર ગણાવે છે. આ અધિકારી પોતાને રામ અને કૃષ્ણ ગણાવે છે. તે કહે છે કે રામ પણ હું હતો, અને કૃષ્ણ પણ હું હતો. પોતાની માતાને અહલ્યાબાઈનો અવતાર માને છે, તેમની પત્ની લક્ષ્મીજી છે.

સરદાર સરોવર નિગમની ઓફિસમાં વારંવાર ગેરહાજર રહેવાને પગલે સરકાર દ્વારા ખુલાસો માંગ્યો હતો, ત્યારે આ રમેશચંદ્રએ જવાબ આપ્યો હતો કે હું તો ભગવાન કલ્કીનો અવતાર છું. લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે સાધના હું ઓફિસમાં બેસીને ના કરી શકું, સત્તાવાળાઓએ રમેશચંદ્ર ફેકરેન 15 મે,2018ના રોજ નોટિસ પાઠવી હતી. જેમાં તેઓ 22 સપ્ટેમ્બર, 2017થી ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા કહ્યું હતું. આઠ મહિનામાં માત્ર 16 દિવસ જ નોકરી કરી હતી. કારણદર્શક નોટિસનો લેખિતમાં જવાબ આપ્યો હતો કે હું હાલ સાધનામાં વ્યસ્ત હોવાથી ઓફિસ આવી શકીશ નહી.પત્રમાં તેમણે લખ્યું છે કે તેમની સાધના ને કારણે જ રાજ્યમાં સારો વરસાદ થયો હતો. મારી સાધનાથી મચ્છુ ડેમ છલકાઈ ગયો, 16 સપ્ટેમ્બર-2016થી સતયુગની સ્થાપના થઈ છે. મારી સાધનાથી દુષ્કાળ પડતો નથી. માટે હવે મારી સાધનામાં ખલેલ ન પાડશો.

રાજકોટમાં રમેશચંદ્ર ફેફરેએ પત્રકારોને જવાબ આપ્યા ત્યારે તેમણે એમ કહ્યું કે તમો તો મને ભગવાન નહી માનો. જોઈએ હવે સરકાર રમેશચંદ્ર પર શુ પગલા ભરે છે.