ગૃહપ્રધાન રાજનાથસિંહ ગાંધીનગરમાં, આ મુદ્દે મહત્ત્વની ચર્ચા

ગાંધીનગર- કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ગાંધીનગર મુલાકાતે છે. 23મી પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં તેઓ આવી પહોંચતા સીએમ વિજય રુપાણીએ સ્વાગત કર્યું હતું.આજે યોજાયેલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ, દમણ, તેમજ દાદરાનગર હવેલીના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા થશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યાં છે, તો ઘરેલુ બાબતોના પ્રધાન હંસરાજ આહીર સાથે મુખ્યપ્રધાન રૂપાણી પણ શામેલ થશે. ઉપરાંત રાજ્યના તમામ ઝોનના પ્રધાન ચીફ સેક્રેટરી હાજરી આપશે. રાજ્ય અને સરકારના કેન્દ્રના અનેક અધિકારીઓ આ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે.

ગુજરાતના યજમાનપદે યોજાયેલી આ બેઠકમાં  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ પ્રધાન પંજકજા મુંડે, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટદાર પ્રફૂલ પટેલ તેમ જ ગોવાના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]