કોલંબસમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો, શહેરના મેયર રોબર્ટ સ્મિથ પણ રહ્યા હાજર

નવી દિલ્હીઃ કહેવાય છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’..આ કહેવત ખરા અર્થમાં સાર્થક થઈ છે. અમેરિકાના કોલંબસ શહેરમાં વસતાં ગુજરાતીઓએ હોળીધૂળેટીની ઉજવણી ધામધૂમથી ગુજરાતની જેમ કરી. એટલું જ નહીં આ ઉજવણીમાં કોલંબસ  શહેરના મેયર તેમજ ફાયર વિભાગના વડા ઉપસ્થિત રહ્યાં.

હોળીની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં હોલિકાદહન કરીને ઉજવવામાં આવે છે. ત્યારે અમેરિકાના કોલંબસ શહેરમાં વસતા ગુજરાતીઓએ એકત્ર થઈ, અહીં અમેરિકામાં હોલિક દહન કરી અને એકબીજા પર રંગ છાંટી હોળી અને ધૂળેટીની ઉજવણી કરી.

હોળી હિન્દુ સંસ્કૃતિ મુજબ હોળીનો તહેવાર ખૂબ જ મહત્ત્વનું ગણાય છે, ત્યારે આ તહેવાર અહીં અમેરિકામાં વસતાં ગુજરાતીઓ પોતાના વતનની જેમ ઉજવણી કરી ખરા અર્થમાં પોતે દેશપ્રેમી હોવાનું સાર્થક કર્યું છે.

એટલું જ નહીં કોલંબસ શહેરમાં વસતા ગુજરાતીઓએ જે રીતે હોળીની ઉજવણી કરી તે ઉજવણી દરમિયાન કોલંબસ શહેરના મેયર રોબર્ટ સ્મિથ અને કોલંબસ શહેરના ફાયર ઓફિસર ટ્યુન યુજીસી આ ઉજવણી દરમિયાન સાથે રહ્યાં હતા. અને આ બંને અધિકારીઓએ હોલિકાદહન દરમિયાન હોળી પ્રગટાવી ગુજરાતીઓ અને હિન્દુ સંસ્કૃતિને સમર્થન આપ્યું હતું.

આમ તો ઘણા વર્ષોથી ગુજરાત સહિત દેશભરના તમામ રાજ્યના લોકો અહીં અમેરિકામાં વસે છે,  અને તમામ તહેવારોની ઉજવણી પોત પોતાની અનુકુળતા પ્રમાણે ઉજવે છે. પરંતુ હોળીના દિવસે હોલિકા દહન કરી અને શહેરના મુખ્ય બે અધિકારીઓને સાથે રાખી ઉજવણી કરવાનો આ પ્રથમ પ્રસંગ કોલંબસ શહેરમાં સર્જાયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]