લગ્નજીવનને લગતા એક મહત્વના મુદ્દે હાઈકોર્ટનો ચુકાદો…

અમદાવાદ– લગ્નજીવનને લગતા એક મહત્વના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. પત્નીની સંમતિ સિવાય પતિએ પત્ની સાથે કરેલો શરીરસબંધ મેરિટલ રેપ ના ગણાય, તેમ ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતાં ટાંકયું છે.ગુજરાત હાઈકોર્ટે એક અતિમહત્વનો ચુકાદો આપ્યો છે કે પત્નીની સંમતિ સિવાય પતિએ પત્ની સાથે કરેલો શરીરસબંધ મેરિટલ રેપ ના ગણાય. પત્ની સાથેનો સેક્સ એ પતિનો અધિકાર છે. પત્ની સાથે કરેલા ઓરલ સેક્સ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ પતિ સામે ગુનો બને છે. પણ પત્નીની સંમતિ વિના કરેલા સેક્સ માટે પતિ સામે સ્ત્રીની મર્યાદાને લાંછન લગાડવાનો ગુનો બને છે. પત્નીની સંમતિ વિના કરાયેલી જોર જબરદસ્તી ક્રૂરતા ગણાય છે. દહેજ અંગે પણ ગુનો બને છે, તેમ હાઈકોર્ટ કહ્યું છે. એક ડોક્ટર દંપતીના કિસ્સામાં હાઇકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદાની હાઈલાઈટ્સ

  • પત્નીની સંમતિ સિવાય પતિએ પત્ની સાથે કરેલો શરીસબંધ મેરિટલ રેપ ના ગણાય.
  • પત્ની સાથેનો સેક્સ એ પતિનો અધિકાર.
  • પત્ની સાથે કરેલા ઓરલ સેક્સ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ પતિ સામે ગુનો બને.
  • પત્નીની સંમતિ વિના કરેલા સેક્સ માટે પતિ સામે સ્ત્રીની મર્યાદાને લાંછન લગાડવાનો ગુનો બને.
  • પત્નીની સંમતિ વિના કરાયેલી જોર જબરદસ્તી ક્રૂરતા ગણાય.
  • દહેજ અંગે પણ ગુનો બને.
  • એક ડોક્ટર દંપતીના કિસ્સામાં હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]