નરોડા પાટિયા કેસમાં 3 દોષિતોને 10-10 વર્ષની જેલની સજાઃ હાઈકોર્ટ

અમદાવાદ– ગુજરાત હાઈકોર્ટે 2002માં નરોડા પાટિયા કેસમાં ત્રણ દોષિતોને સજાનો ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે હર્ષા દેવાની અને એસ સુપેહિયાની બેન્ચે નરોડા પાટિયા કેસમાં ત્રણ આરોપી પી.જે. રાજપૂત, રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડને 10-10 વર્ષની સજા સંભળાવી છે.આ પહેલાં વર્ષ 2012ના એક ચૂકાદામાં આ ત્રણ દોષિતો પી.જે. રાજપૂત, રાજકુમાર ચૌમલ અન ઉમેશ ભરવાડ સહિત 29 અન્યને એસઆઈટીની વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કર્યાં હતાં. જો કે ગુજરાત હાઈકોર્ટે અરજીની સુનાવણી દરમિયાન 20 એપ્રિલે આ ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને અન્ય 29ને છોડી મૂક્યાં છે. ખંડપીઠે આ દોષિતોને સજાની સમયમર્યાદાના આદેશને સુરક્ષિત રાખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નરોડા પાટિયા કેસમાં આ વર્ષે હાઈકોર્ટે 20 એપ્રિલના આદેશમાં ભાજપના નેતા અને પૂર્વપ્રધાન માયાબહેન કોડનાનીને નિર્દોષ છોડી મૂક્યાં હતાં. જ્યારે બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર કરીને 21 વર્ષની જેલની સંભળાવી હતી.

16 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં નરસંહાર થયો હતો. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કેટલાક ડબ્બા સળગાવવામાં આવ્યા હતા. જે આગની ઘટના પછી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં, અને તે વખતે નરોડા પાટિયામાં તોફાનો દરમિયાન 97 લોકોની હત્યા કરાઈ હતી. જેમાં 33 લોકો ઘાયલ થયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]