મેંદરડામાં 5 ઇંચ, વેરાવળ, કોડીનાર અને માંગરોળમાં 4 ઇંચથી વધુ વરસાદ

ગાંધીનગર- ગુજરાતમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટાડ્યું છે. રાજ્યના ૩૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩૩ મી.મી. એટલે કે પાંચ ઇંચથી વધુ અને વેરાવળ તાલુકામાં ૧૧૫ મી.મી, કોડીનારમાં ૧૧૦ મી.મી., માંગરોળમાં ૧૦૫ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.  રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૯/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૯૬ મી.મી. કેશોદમાં ૮૪ મી.મી., માળીયામાં ૭૪ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ, જ્યારે કાલાવાડ તાલુકામાં ૬૯ મી.મી., તલાલામાં ૬૮ મી.મી., વઘઇમાં ૬૮ મી.મી., ઉનામાં ૬૨ મી.મી., વીસાવદરમાં ૫૯ મી.મી., લાલપુરમાં ૫૮ મી.મી., સુત્રાપાડામાં ૫૭ મી.મી., જામજોધપુરમાં ૫૬ મી.મી., ગાંધીધામમાં ૫૪ મી.મી., ગીર-ગઢડામાં ૫૨ મી.મી., ધરમપુરમાં ૫૨ મી.મી., ચીખલીમાં ૫૦ મી.મી. અને જાફરાબાદમાં ૫૦ મી.મી. મળી કુલ ૧૩ તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હોવાના અહેવાલો છે.

જ્યારે આજે સવારે ૮-૦૦ કલાકથી ૧૦-૦૦ કલાક દરમિયાન વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં ૭૩ મી.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો, બોરસદમાં ૪૭ મી.મી., કપરાડામાં ૪૪ મી.મી., ડાંગમાં ૪૨ મી.મી., વાંસદામાં ૩૫ મી.મી., આંકલાવમાં ૨૭ મી.મી., બોડેલીમાં ૨૭ મી.મી. એમ મળી કુલ છ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૧૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજિયનમાં ૧૧.૦૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૮.૩૭ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૮.૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૭.૦૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬૧.૧૨ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.