ગીરસોમનાથ જળબંબાકાર, ઊના 10 અને ગીરગઢડામાં 12 ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 20 તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. આજે સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં માત્ર ચાર કલાક જેટલા સમયગાળામાં જ ગીરસોમનાથ જિલ્લાના ગીર-ગઢડામાં 282 મીલિમીટર એટલે કે 11 ઈંચથી વધુ અને બપોરના 2 વાગ્યા સુધીમાં વધુ એક ઈંચ મળી કુલ 12 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો ઉના તાલુકાની વાત કરવામાં આવે તો અહીંયા 258 મી.મી એટલે કે 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે  વઘઇ તાલુકામાં ૧૫૯ મી.મી. એટલે કે છ ઇંચ, જાફરાબાદમાં ૧૩૬ મી.મી. એટલે કે પાંચ ઇંચથી વધુ, જ્યારે મહુવા તાલુકામાં ૯૩ મી.મી., આણંદમાં ૯૨ મી.મી., રાજુલામાં ૮૩ મી.મી., પારડીમાં ૭૯ મી.મી., ખાંભામાં ૭૭ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ધરમપુર તાલુકામાં ૬૯ મી.મી., વાઘરા અને ડોલવણમાં ૬૭ મી.મી., વાંસદામાં ૬૪ મી.મી, નવસારીમાં ૫૯ મી.મી. ભરૂચ અને ઉમરપાડામાં ૫૮ મી.મી. કરજણમાં ૫૩ મી.મી., નડિયાદ અને વલસાડમાં ૫૨ મી.મી. મળી કુલ ૧૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]