આગામી બે દિવસમાં તીવ્ર હીટવેવ રહેવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીએ પોતાનું જોર બતાવવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં ગરમીનો પાર સમય જતા ઊંચો જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ રહેવાની આગાહી કરી છે. જેમાં આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, કચ્છ અને રાજકોટમાં તીવ્ર હીટવેવ રહેશે. તેમજ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને દીવમાં પણ તાપમાનનો પારો વધુ ઊંચે જશે.

આજે સોમવારે સુરતમાં મહત્તમ તાપમાનનો પારો 41.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો. પોરબંધરમાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 42.5 ડિગ્રી રહ્યું હતું. સુરેન્દ્રનગર 41.3, ભુજ 41.2, મહુવા 41.2, ગાંધીનગરમાં 40 અને અમદાવાદમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શહેરોના તાપમાનની વાત કરીએ તો સુરતમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, રાજકોટમાં 39 ડિગ્રી, જામનગર 37 ડિગ્રી, ભાવનગર 39 ડિગ્રી, જૂનાગઢ 41 ડિગ્રી, ભૂજમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયો છે. તો અમદાવાદમાં પણ આગામી દિવસોમાં ગરમીના પારામાં વધારો થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆત થવાની સાથે જ ગરમીના પારામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે લોકોમાં પણ ગરમીને લઇ ઉકળાટ જોવા મળી રહ્યો છે. જેવામાં આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેથી નાગરિકોએ બપોરના સમયે બહાર ન નીકળવું, અને બહાર નીકળવું પડે તો માથે ટોપી ખાસ પહેરવી. તેમજ દિવસ દરમિયાન વધારે પાણી પીવું. નાગરિકોએ સાવધાન રહેવું જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]