હાર્દિકનો જળત્યાગ ફરી શરુ, પાસ અને સરકારના સામસામે મુદ્દાઓ થયાં રજૂ

અમદાવાદઃ ગઈકાલે 7.20 મિનિટે પત્રકારોને બોલાવી તેમની સમક્ષ અપાયેલ 24 કલાકનુંઅલ્ટીમેટમ પૂર્ણ થતાં આજે પાસ દ્વારા ફરી પીસી બોલવવામાં આવી હતી. જેમાં હાર્દિક ઉપવાસને લઈને ચાલેલી દિવસભરની વિવિધ એજન્સીઓની ગતિવિધિ અંગે કન્વીનર મનોજ પનારાએ વાત કરી હતી.
પનારાના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
હાર્દિક પટેલે જળત્યાગ કર્યો, સરકારને આપેલ 24 કલાકનું અલ્ટીમેટમ પુરુ થયું છે, સરકાર વાતચીત કરવા આગળ આવી નથી…

હાર્દિક પટેલને બળજબરીથી હોસ્પિટલમાં લઈ જવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે…

હાર્દિકને હોસ્પિટલાઈઝ કરાય તો અમારા ડૉકટરને સાથે રાખવા પડશે, અમારા પ્રતિનિધિઓ, હાર્દિકના સગાંઓ પણ સાથે રહેશે

જ્યાં સુધી સરકાર જ્યાં સુધી વાતચીત કરશે નહી ત્યાં સુધી હાર્દિક પટેલનો જળત્યાગ ચાલુ રહેશે…

અમે ચેતવણી આપીએ છીએ કે હાર્દિક પટેલની જિંદગી સાથે રમત ન રમો

અમને નરેશ પટેલ માટે માન છે તેઓ અમારા વડીલ સમાન છે, તેઓએ મધ્યસ્થી માટે તૈયારી દર્શાવી છે તો પાસ તેમની મધ્યસ્થી સ્વીકારવા તૈયાર છે. સરકાર નરેશ પટેલને ઝડપથી ચર્ચા કરવા બોલાવે.

ખેડૂતોની વાતમાં સૌરભ પટેલ કેમ બોલી રહ્યાં છે…. કૃષિપ્રધાન કંઈ બોલતા નથી.
સરકારે સામે કરી સ્પષ્ટતા….
સામે સરકાર તરફથી મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલે પણ તરત જ પત્રકારોને સંબોધન કરીને સરકારનો પક્ષ રજૂ કર્યો હતો કે હાર્દિકની તબિયતની કાળજીને લઈને સૌ ચિંતિત છીએ. પાસે અમારો સીધો સંપર્ક કર્યો નથી.
અનામતની વાતમાં પ્રજા જાણે છે કે આ વૈધાનિક બાબત છે. કોર્ટના માધ્યમથી આ થઈ શકે. એટલે આ મુદ્દે સરકારને ખાસ હક નથી.
હાર્દિક પટેલના મુદ્દે સરકાર ચિંતિત છે, હાર્દિક પટેલ કે પાસ તરફથી સરકારને કોઈ રજૂઆત કરાઈ નથીઃ
ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર હમેશા ચિંતિત રહી છે, પરેશ ધાનાણી હાર્દિકને સમજાવે અને કોંગ્રેસ પોતે અનામત મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે
તેમની બીજી રજૂઆત ખેડૂતોના હિતની વાત કરીએ તો ગુજરાત પાંચ વર્શથી 11 ટકા વધુ જીડીપી સાથે કૃષિમાં વિકાસ કરી રહ્યું છે. ખેડૂતો માટેના કામોમાં કરોડો રુપિયાના આયોજનો કરેલાં છે. નર્મદા યોજના માટે આ સરકારે ખૂબ મહત્ત્વના નિર્ણય લીધેલાં છે. પાણી આપવાની વ્યવસ્થા સરકારે કરેલી છે. વીજળી પાણી ખાતરની વાત હોય કે સ્કાય યોજના હોય..ખેડૂતોની સમૃદ્ધિ માટે અનેક પ્રયત્નો અમારી સરકારે કર્યાં છે.
નેતા વિપક્ષ ધાનાણી સીએમને મળ્યાં છે ત્યારે તેમને પણ જણાવ્યું હતું કે આ બાબતનો શાંતિથી ઉકેલ આવે તેમાં સહાનુભૂતિપૂર્વક ઉપાય કરાશે તેની ખાતરી આપી છે. આજે પણ તેઓ મળ્યાં તો અનામતની વાત નથી કરી બીજા બધાં મુદ્દાં ચર્ચાયાં છે. હાર્દિકના પ્રશ્નમાં પણ સરકારના પ્રતિનિધિ તરીકે વિનંતી કરું છું કે આપણે ગુજરાતની સમૃદ્ધિની દિશામાં આગળ વધીએ.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]