હાર્દિક પટેલનો કથિત આપત્તિજનક વીડિયો વાયરલ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનો એક યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો છે. યુ-ટ્યૂબ પર અપલોડ થયેલો વીડિયો કોઇ હોટલના રૂમનો હોવાનું મનાઇ રહ્યું છે. આ વીડિયોમાં એક યુવતી અને હાર્દિક જેવો દેખાતો વ્યક્તિ નજરે પડે છે. હાર્દિક પટેલનો વીડિયો વાયરલ થતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહત્વનું છે કે હાર્દિક પટેલ દ્વારા પહેલાથી જ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે મારો સેક્સ વીડિયો વાયરલ થઈ શકે છે.

હાર્દિક પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મેં પણ વાયરલ થયેલો આ વીડિયો જોયો છે. સંજય જોષી જ્યારે કદાવર નેતા બની રહ્યાં હતાં ત્યારે પણ આવો પ્રયાસ થયો હતો.  હાર્દિકે જણાવ્યું કે મને કોઈ વાંધો નથી, હું તો લોકો અને સમાજના કામ માટે નીકળ્યો છું. પરંતુ આ પ્રકારના કૃત્યોથી નારીના સન્માન સાથે ચેડા થઈ રહ્યા છે. હાર્દિકે બીજેપી પર આક્ષેપ કરતા જણાવ્યું કે વિજય રૂપાણીએ અહેમદ પટેલ પર તેમની હોસ્પિટલમાં આતંકી હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે કંઈ વળી નથી રહ્યું એટલે હાર્દિક પટેલને નિશાન બનાવે છે. હાર્દિકે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે અમે લોકો છાતી ઠોકીને ભાજપ સામે લડીશું. હાર્દિકે જણાવ્યું કે બીજેપીએ 150 નહીં પણ 50 સીટો બચાવવા વીડિયો તૈયાર કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]