હાર્દિક પટેલ ફરી ઉપવાસ પર, આ વખતે ખેડૂતોના મુદ્દે

રાજકોટઃ જિલ્લાના પડધરીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોના મુદ્દે હાર્દિક પટેલની સાથે લલિત કગથરા તેમજ કિસાન સંઘના આગેવાન રમેશ પટેલ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે. કિસાન સંઘ ભાજપની ભગીની સંસ્થા હોવા છતાં કોંગ્રેસના નેતા સાથે જોડાતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સ્થળે જે બેનર લગાવવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસનું નામોનિશાન ક્યાંય દેખાતું નથી.

આ વર્ષે વધુ વ૨સાદના લીધે ખેડુતને પોતાના પાકમાં થયેલ નુક્સાન બાબતે ૭ દિવસમાં પાક વિમાની જાહેરાત ક૨વામાં આવે અને ખેડુતનું દેવુ માફ ક૨વામાં ન આવે તો હાર્દિક પટેલે પડધરી તાલુકાના ખેડુતોને સાથે લઈ પ્રતિક ઉપવાસ અને સ૨કા૨ સામે આંદોલનના મંડાણની જાહેરાત કરી હતી. ખેડુતોના એક પણ પ્રશ્નને વાચાના આપી હોવાથી આજે પડધરી ખાતે હજારોની સંખ્યામાં ખેડુતોએ ઉમટી પડી અને હાર્દિક પટેલ અને બીજા ખેડુત આગેવાનોની હાજરીમાં સ૨કા૨ સામે આંદોલનના મંડાણ ર્ક્યા છે.

આ આંદોલન ક૨વા પાછળનું કા૨ણ ખેડુતોને પોતાના પાકના મળતા અપુ૨તા ભાવ, બેંકોનું ઓ૨માયુ વર્તન અને ઉત્પાદનમાં બગાડ, પાકવિમા સહિતના પ્રશ્ર્ને ગુજ૨ાતનો ખેડુત અકળાયો છે. યુવા નેતા અને ખેડુતો હમદર્દ એવા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં પડધરી ખાતે ખેડુત સત્યાગ્રહ એક દિવસના પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરી ખેડુતોને તાત્કાલીક ધો૨ણે સંપૂર્ણ પાક વિમો આપો અને ખેડુતોનું દેવું માફ કરો તેવી માંગણી કરાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]