હળવદ: જૂથ અથડામણ બાદ સ્થિતિ વણસતાં કલમ 144 લાગુ કરાઈ

હળવદ: હળવદમાંગઈકાલે રાત્રે જુથ અથડામણમાં ચાર વ્યક્તિ ઘાયલ થયાં હતાં. ગઈકાલ રાતની ઘટના બાદ આજે સવારે સાડા દસની આસપાસ લોકોના ટોળા દ્વારા શહેરમાં આવેલી દુકાનોને આગચાંપી હતી. જેને પગલે પોલીસે હળવદ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

ગઈકાલે રાત્રે બનેલા બનાવમાં ઘાયલ થયેલાઓને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ પહેલા તેમને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

હળવદમાં બે કોમ સામસામે આવી જતાં શહેરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આજે સવારે સવારે કેટલીક દુકાનોને તોફાની ટોળાએ આગ ચાંપી દીધી હતી. જેને પગલે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આગેને કાબૂમાં લેવા માટે મિનરલ વોટરની બોટલો ખાલી કરવી પડી હતી.