ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2018નો ટાઈટલ વિજેતા બન્યો આ ખેલાડી

અમદાવાદ- છેલ્લાં 12 મહિના દરમિયાન ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી 248 પોઈન્ટ્સ હાંસલ કરનાર ધ્રુવ સુરીને ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2018ના ટાઈટલથી સન્માનિત કરાયો હતો. જાન્યુઆરી, 2018માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં પ્રશંસનીય રમત દાખવનાર અવતાર સિંઘ એક પોઈન્ટના નજીવા અંતરથી ટોચનું સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને 247 પોઈન્ટ્સ સાથે ફર્સ્ટ રનર-અપ, જ્યારે 245 પોઈન્ટ્સ સાથે દેવાંશ સંઘવી સેકન્ડ રનર-અપ બન્યો હતો.

ઈન્ડસઈન્ડ બેન્ક- ગુલમહોર ગ્રીન્સ ગો ગોલ્ફ ઈવન્ટ કેલેન્ડર 2018ના ભાગરૂપે આ ટુર્નામેન્ટ 12 મહિના રમાઈ હતી. ખેલાડીએ દરેક ગેમમાં પોઈન્ટ્સ એકત્ર કરવાના હતાં અને સૌથી વધુ સ્કોર કરનારને ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2018નું ટાઈટલ એનાયત કરાયું હતું.

ટુર્નામેન્ટના રોમાંચક અંતિમ 12માં રાઉન્ડમાં 71 ગોલ્ફર્સે ભાગ લઈ પોતાની ઉત્કૃષ્ટ રમત દાખવી હતી. ધ્રુવ સુરીએ હેન્ડિકેપ 0-12 કેટેગરીમાં પોતાનું પ્રભુત્વ દાખવ્યું હતું. લાંબી ટુર્નામેન્ટમાં વિજયી બનનાર સુરી 40 પોઈન્ટ્સ સાથે 12 રાઉન્ડમાં પણ વિજેતા બન્યો હતો. 38 પોઈન્ટ્સ સ્કોર કરનાર અનૌષા ત્રિપાઠી આ કેટેગરીમાં રનર-અપ બની હતી. હેન્ડિકેપ 13-24 કેટેગરીમાં 38 પોઈન્ટ્સ હાંસલ કરનાર રવિ શાહે આ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે 37 પોઈન્ટ્સ સ્કોર કરનારા આશિષ દવેને રનર અપની ટ્રોફી અપાઈ હતી. હેન્ડિકેપ 25-36 કેટેગરીમાં 31(બી/6-12) પોઈન્ટ્સ હાંસલ કરનાર રુચિ શ્રીવાસ્તવ વિજેતા બની હતી જ્યારે 31( બી/6-11) પોઈન્ટ્સ સ્કોર કરનાર મુંજાલ પટેલને રનર-અપ જાહેર કરાયો હતો.

રમતનું ફોર્મેટ 3/2 પીઓરિયા સાથે સ્ટેબલ ફોર્ડ હતું અને આ ટુર્નામેન્ટમાં 15 વર્ષથી વધુ વયના તમામ ગોલ્ફર્સને ભાગ લેવાની અનુમતિ હતી.

ધ્રુવ સુરીએ 280 યાર્ડ્સ કવર કરતી સૌથી લાંબી ડ્રાઈવ લગાવી હતી. અદભૂત ફોર્મમાં રહેલા સુરીને ગ્રીન હોલ #6ની સૌથી નજીક સૌપ્રથમ શોટ મારવા બદલ પણ એવોર્ડ એનાયત કરાયો હતો. અર્ચના કુમારને પીન હોલ #6ની બીજો સૌથી નજીક શોટ મારવા બદલ એવોર્ડ અપાયો હતો. દીપક શાહને ત્રીજા હોલ (13’8”) નજીક શોટ બદલ ક્લોઝેસ્ટ ટુ ધ પીન એવોર્ડ એનાયત કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]