આ પાંચ દિવસમાં વરસાદની આશા જીવંત બની, બે વરસાદી સીસ્ટમ સક્રિય

અમદાવાદ- ઘનઘોર વરસતો અષાઢી મેહૂલિયો રીસામણે બેઠો હોય તેમ પહેલો વરસાદ પડ્યાં પછી દેખા દીધી નથી ત્યારે ફરી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. બફારાભર્યાં તાપમાં શેકાતાં લોકોને આશા બંધાય તેવો વરતારો સેટેલાઇટ ઇમેજથી મળી રહ્યો છે.

આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં હવામાનમાં સર્જાેલાં લો પ્રેશરને લઇને વરસાદની શક્યતા છે. ગુજરાતમા આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સાથે જ ભારતના ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં અપર સાયક્લોનિક સરક્યૂલેશન પણ સર્જાયું છે જેને લઇને 8 તારીખની આસપાસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ લાવી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]