ગુજરાતી સિંગરે કરી હની ટ્રેપ! પોલિસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી અને એક્ટર અને સિંગર તરીકે ગુજરાતી આલ્બમ સોંગમાં કામ કરતી સંજના અને તેના પ્રેમીની લોકોને લૂંટી લેવામાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સંજના અને મોઈન બંન્ને લોકોએ ભેગા મળીને નવ જેટલા લોકોને લૂંટ્યા છે. આ લોકો કોઈ વ્યક્તિને બોલાવતા તેને પોતાની જાળમાં ફસાવતા હતા.આ લોકોએ નવ જેટલા લોકોને સંજનાનો પ્રાઈવેટ ડાંસ શો જોવા માટે એકલા બોલાવ્યા હતા. અને બાદમાં આ નવ જેટલા લોકોને બ્લેકમેલ કરી માર મારીને લૂંટી લીધા હતા. દરેક લોકો સાથે તેમણે મારપીટ કરી અને તેમના કપડા કાઢી નાંખ્યા. બાદમાં તેમનો વીડિયો ઉતાર્યો અને ધમકી આપી કે આ વાત તે કોઈને કહેશે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી.

પોલીસ દ્વારા આ બંન્નેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ પ્રકરણ સાથે સંકળાયેલા અન્ય આરોપીને પકડી લેવા માટેની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે હાલમાં ત્રીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં તેને પકડી લેવામાં આવશે.

ઝોન-5ના ડીસીપી હિમકર સિંહે જણાવ્યું કે સંજના પરણિત છે અને તેને બે બાળકો પણ છે. તેના બે સાથીઓની મદદથી પીડિતના કપડા કાઢીને વીડિયો બનાવતી અને તેમની પાસે જબરદસ્તી બોલાવતી કે તેઓ અહીંયા પોતાની જાતે સેક્સ માણવા માટે આવ્યા છે અને સ્થાનિકોએ તેમને ઝડપી લીધા છે.

સંજના જ્યાં પણ શો કરવા માટે જતી હતી ત્યાં પૈસાદાર લોકોને પસંદ કરીને તેમના ફોન નંબર મેળવી લેતી હતી. અને ત્યાર બાદ ફોન કરીને ડાંસ શો જોવા માટે આમંત્રણ આપતી હતી. અને તેમનો વીડિયો ઉતારીને ધમકી આપી લૂંટ કરી લેતી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર સંજનાએ તેના પ્રેમી મોઇન અલી વિરૂદ્ધ પણ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. જો કે સમય જતા બંન્ને પ્રેમમાં પડી ગયા છે. તેનો પતિ બેરોજગાર હોવાથી આ પ્રકારનું પગલુ ઉઠાવીને બાળકોનો ઉછેર કરતી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]