ગુજરાતને મળ્યાં ત્રણ સન્માનીય નેશનલ ટુરિઝમ એવોર્ડ્સ

ગાંધીનગર- રાજ્યને તેના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયત્નો બદલ મળ્યાં શ્રેષ્ઠ સીવીક મેનેજમેન્ટ, શ્રેષ્ઠ હેરીટેજ સીટી અને શ્રેષ્ઠ એરપોર્ટના એવોર્ડ પ્રાપ્ત થયાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતે ગૌરવ સમાન ત્રણ ઍવોર્ડ હાંસલ કરીને રાજયના પ્રવાસીલક્ષી અભિગમની છબી પ્રકાશિત કરી છે. ગુજરાત પ્રવાસન વિભાગને મળેલ એવોર્ડ્સ તેની પ્રવાસીઓ માટે પુરી પાડવાની સુવિધાઓ માટેના નિરંતર પ્રયાસોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.વર્ષ 2016-17 માટે ગુજરાત પ્રવાસન નિગમને સાપુતારામાં ઉપલબ્ધ કરાવેલ પ્રવાસી સુવિધાઓ જેવી કે આઈઈસી સુપરવાઈઝરની નિમણુંક જે સ્થાનિક સમુદાયને જાગૃત કરશે, શ્રેષ્ઠ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ્સ, રીસાયકલીંગ અને રી-યુઝ માટેની સ્થાપિત સુવિધાઓ સાથોસાથ સ્વચ્છતા પખવાડા અંતર્ગત હાથ ધરવામાં આવતાં “બીટ ધ પ્લાસ્ટીક” જાગૃતિ અભિયાન જેવી બીજી અનેક સુવિધાઓ માટે બેસ્ટ સિવિક મેનેજમેન્ટ એવોર્ડ હાંસલ કર્યો છે. તદ્ઉપરાંત અમદાવાદને સંયુક્ત બેસ્ટ હેરિટેજ સિટી ( સંયુક્ત અમદાવાદ અને મંધુ. એમપી) અને બેસ્ટ એરપોર્ટ અમદાવાદ આમ કુલ ત્રણ એવોર્ડ ગુજરાતના નામે થયા હતાં.

દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ ટુરીઝમ એવોર્ડ્સ અંતર્ગત ઘણાં રાજ્યોને જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયાં છે. ગુજરાત પ્રવાસન વિભાગને વર્ષ 2015-16 માં પણ હૉલ ઓફ ફેમ એવાર્ડ પ્રાપ્ત કર્યો હતો જે ક્રોમ્પ્રીહેન્સીવ ડેવલપમેન્ટ કેટેગરીમાં મળેલ પરંતું આ એવોર્ડ માટે ફરી થી નામાંકન ત્રણ વર્ષ પછી જ કરી શકાય છે.વર્લ્ડ ટુરિઝમ ડે ના દિવસે આ એવાર્ડ માનનીય પ્રવાસન મંત્રીશ્રી કે. જે. આલ્ફોન્સ ના હસ્તે ન્યુ દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો. બેસ્ટ સિવિક મેનેજમેન્ટ એવાર્ડ (સાપુતારા) નો પુરસ્કાર ગુજરાત ટુરિઝમ વતીઆરતી કનવર રેસિડેન્ટ કમિશનર અને જેનુ દેવન, મેનેજિંગ ડિરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડએ મેળવ્યો હતો, બેસ્ટ હેરિટેજ સિટી અમદાવાદનો એવાર્ડ બીજલબેન પટેલ, મેયર અને રાકેશ શંકર, નાયબ મ્યુન્સિપાલ કમિશનર તેમ જ બેસ્ટ એરપોર્ટ અમદાવાદનો એવાર્ડ મનોજભાઈ ગંગાલ, ડિરેક્ટરને સોપવામાં આવ્યો હતો.

સાપુતારા સાચા અર્થમાં આ પુરસ્કારના હક્કદાર છે જે હમેશાથી મુલાકાતીઓના પ્રવાસને યાદગાર બનાવા માટે જાણીતું છે. સાપુતારા એ કુદરતપ્રેમી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. અહી ની લીલીછમ જમીન અને કુદરતી ધોધથી સાપુતારા પ્રખ્યાત છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષ વિભિન્ન ઉજવણીથી પ્રવાસીઓ ની સંખ્યા માં બહોળો વધારો થઈ રહ્યો છે.
આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યને 3 એવાર્ડ પ્રાપ્તી બદલ અમે સરકાર અને પ્રજાના ખૂબ જ આભારી છીએ. અમે મુલાકાતીઓ ને અત્યંત સારી સગવડો, વિવિધ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટીબદ્ધ છીએ સાથોસાથ અમે હંમેશાથી આવનાર પ્રવાસીઓને કોઈપણ પ્રકાર ની મુશ્કેલી ના આવે તેના માટે પ્રયત્નશીલ રહીયે છે અને રહીશું. ગુજરાત પાસે રહેલી અતુલ્ય સુંદરતા, કળા, સંસ્કૃતિ અને મેળાઓ તથા ઉત્સવો માટે દુનિયાભરથી લોકોને આકર્ષે છે