2022 સુધીમાં લોકો વીજળી ઉત્પન્ન કરશે અને સરકાર તે ખરીદતી હશે, યુનિટે આ ભાવ…

ગાંધીનગર- ઊર્જાપ્રધાન સૌરભ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગ્રીન અને કલીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશભરનું નેતૃત્વ કરી રહ્યું છે. આ વર્ષના બજેટમાં ગ્રીન એનર્જીના ઉત્પાદન માટે ખાસ ભાર આપવામાં આવ્યોુ છે.  એટલું જ નહીં, ગુજરાતે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ એટલે કે ૩૦ ગીગાવોટ પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદિત કરવા માટે ખાસ આયોજન હાથ ધર્યુ છે.

ફ્રાન્સ ના પેરીસમાં નવેમ્બ ર, ૨૦૧૫ દરમ્યાનન યોજાયેલી ૨૧મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ(Conference of Parties)અંતર્ગત ૧૧મી માર્ચ, ૨૦૧૮ રોજ દિલ્હીજ ખાતે યોજાયેલી ઇન્ટીરનેશનલ સોલાર એલાયન્સiમાં ઉપસ્થિંત ૧૨૧ દેશોના પ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ બિનપરંપરાગત ઉર્જા ઉત્પાસદન સંદર્ભે સંકલ્પય જાહેર કર્યો હતો કે, આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારત દેશ ૧૭૫ ગીગાવોટ પુનઃ પ્રાપ્યપ ઉર્જા ઉત્પકન્ન કરશે.

ઊર્જાપ્રધાને કલીન અને ગ્રીન એનર્જીના ઉત્પાદન માટેના ગુજરાતના બહુલક્ષી આયોજનની વિગતો આપતા જણાવ્યુંત હતું કે, ગુજરાતે આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદિત કરવાનું નકકી કર્યુ છે. જેનો દ્વિસ્તમરીય અમલ થશે. જેમાં ઉત્પાંદિત થનારી  ૨૦ હજાર મેગોવોટ પુનઃ પ્રાપ્યુ ઉર્જા ગુજરાત માટે ઉપયોગમાં લેવાશે. જયારે ૧૦ હજાર મેગાવોટ ઊર્જા કેન્દ્ર અને અન્ય રાજયોને પૂરી પાડવામાં આવશે.

વર્ષ ૨૦૧૩માં ગુજરાતની રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા જે ૪૧૨૬ મેગવોટ હતી, તે આજે અંદાજે ૯ હજાર મેગોવોટ સુધી પહોંચી છે. જેને વર્ષ ૨૦૨૨ સુધીમાં  ૩૦ હજાર મેગાવોટ સુધી લઇ જવામાં આવશે. આ પૈકી  જે ૨૦ હજાર મેગાવોટ વીજળી ગુજરાત માટે ઉત્પન્ન કરવામાં આવશે. તેના માટે રાજય સરકારે સઘન આયોજન કર્યુ છે. આ આયોજનના ભાગરૂપે ગુજરાતમાં સોલાર પાર્કની સ્થાપના, ખાનગી જમીન ઉપર નોન પાર્ક એરીયા તરીકે લોકોને ઉર્જા ઉત્પાલદન માટે પ્રોત્સાપહિત કરવા, સ્કાાય યોજના અને રૂફટોપ યોજનાનો વ્યાાપ વધારવો, સ્મો લ સ્કે‍લ અંતર્ગત વીજ ઉત્પા્દનને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકાશે.

રાજ્યના નાગરિકો પોતાના ધાબા ઉપર સોલાર પેનલ ગોઠવી ઘરમાં સૌર ઊર્જા ઉત્પાતદિત કરી શકે તે માટેની મહત્વાપકાંક્ષી એવી નવી સોલાર રૂફટોપ યોજના રાજય સરકારે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે જેની માહિતી આપતા ઉર્જા પ્રધાને જણાવ્યું  હતું કે, આ યોજના હેઠળ ૩ કિલોવોટ સુધીની સોલાર સીસ્ટીમ બેસાડનાર પરિવારોને નિયત કરાયેલી કિંમત ઉપર ૪૦ ટકાની સબસીડી અને  ૩ થી ૧૦ કિલોવોટ સુધીની સોલાર સીસ્ટમ બેસાડનાર પરિવારને ૨૦ ટકા સબસીડી આપવમાં આવશે. આ યોજના માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂા. ૧ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનાથી રાજયભરના ર લાખ પરિવારોને લાભ થશે. મંત્રીશ્રીએ જણાવ્યું  હતું કે, આ વર્ષે આ યોજનાથી ૬૦૦ મેગાવોટ સૌર વીજ ઉત્પાાદન થવાનો લક્ષ્યાંક છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યભરના ૮ લાખ પરિવારો દ્વારા ૨ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે તેવો લક્ષ્યાં ક નક્કી કરાયો છે.

રાજયભરમાં પ્રથમ વખત નાના પાયા પર સૌર ઉર્જાના ઉત્પાૌદન સાથે લોકોને સાંકળવા નવી યોજના શરુ કરવામાં આવી છે. જેમાં કોઇ વ્યતકિત ખેડૂત, સોસાયટી, સહકારી મંડળી, કંપની કે પેઢી ૫૦૦ કિલોવોટથી માંડીને ૪ મેગાવોટ સુધીનો સૌર ઉર્જા પ્લાખન્ટ  સ્થાપીને વીજ ઉત્પાંદન કરશે તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) આ વીજળી ખરીદશે. એટલું જ નહીં, પણ આ માટે કોઇ ટેન્ડનર પ્રક્રિયામાં ભાગ લેવો નહી પડે. સરકારે જે છેલ્લું  ટેન્ડહર બહાર પાડયું હોય તેનો ભાવ ઉપરાંત પોતાની માલિકીની જમીનના ઉપયોગ માટે પ્રતિયુનિટ વધારાના ૨૦ પૈસા આપવામાં આવશે.

રાજ્ય સરકારે દેશભરમાં સૌ પ્રથમ વખત સબસ્ટેનશનો આસપાસની પડતર જમીનનો સૌર ઉર્જા ઉત્પાાદન માટે ઉપયોગ કરવાનું નકકી કર્યુ છે. રાજયભરમાં આવેલા ૨ હજાર સબ સ્ટેાશનો પૈકી  ૮૨૨ સબસ્ટેદશનો આસપાસની જગ્યા  નકકી કરવામાં આવી છે. જે પૈકી ૨૭૧ સબ સ્ટેયશનો આસપાસ જમીનોની સરવેની કામગીરી ચાલુ છે, જયારે ૫૧ સબ સ્ટેરશનોની નજીકની જમીનો માટે જિલ્લાજ કલેકટરશ્રીને અરજી કરાઇ છે. આવા સબસ્ટે શનો નજીકની પડતર જમીન ઉપરથી સૌર ઉર્જા ઉત્પલન્નલ કરવા ૨૫૦૦ મેગાવોટના ટેન્ડ્રો બહાર પાડવામાં આવ્યાર છે. આ જગ્યાઓ ઉપર આગામી વર્ષમાં ઉર્જા ઉત્પા દનની કામગીરી પૂર્ણ થશે. આ કામગીરી માટે રૂા.૫૦૦/- કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ધોલેરા ખાતે ૫૦૦૦ મે.વો.ના સોલાર પાર્ક સ્થાપનાનું લક્ષ્યાંક છે જે પૈકી ૪૦૦૦ મે.વો. ભારત સરકારના NTPC  તથા સેકી દ્વારા સ્થાપવામાં આવશે. ગુજરાત  સરકારે ધોલેરામાં ૧ હજાર મેગાવોટના સોલાર પાર્કની સ્થાસપનાના લક્ષ સાથે કામગીરી શરુ કરી દીધી છે. જેમાં પ્રાંરભિક  તબક્કે ૨૫૦  મેગાવોટના બીડ બહાર પાડયા હતાં. જેમાં પ્રતિયુનિટ વીજળીના ભાવ રૂા.૨.૭૫ રહયા છે. બાકીના  ૭૫૦ મેગાવોટના બીડ જુલાઇ  માસના અંત સુધીમાં બહાર  પાડવામાં આવશે. આ ઉપરાંત  બનાસકાંઠા વિસ્તાથરના  રાધાનેસડા  ખાતે પણ રાજય  સરકારે  ૭૦૦ મેગાવોટનો સૌર ઉર્જા  પાર્ક સ્થાિપવાનું નકકી કર્યુ છે. જે પૈકી  ૫૦૦ મેગાવોટ  માટે  પ્રતિયુનિટ  રૂા.૨.૬૫ના બીડ મળ્યા છે. બાકીના ૨૦૦ મેગાવોટ  સૌર ઉર્જા માટેના બીડ ખુલ્લાઇ છે, જે  જુલાઇ માસના અંતે ભરાશે.

રાજ્યમાં સોલાર પાર્ક ઉપરાંત ખાનગી જમીન ઉપર સૌર ઉર્જા ઉત્પાન્નડ કરવા ઇચ્છ,તા સાહસિકો માટે  ’’નોન પાર્ક’’ યોજના અંતર્ગત લોકો જાતે જ જમીન મેળવે,  અને સોલાર પ્રોજેકટ સ્થાપે તે માટે ૧ હજાર મેગાવોટના લક્ષ્યાંમક સાથે ૫૦૦ મેગાવોટના બે બીડ અનુક્રમે રૂા. ૨.૪૪ અને રૂા. ૨.૬૫ પ્રતિ યુનિટના આપવામાં આવ્યા છે. બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]