એકસમયની શાન એવી 5 નેરોગેજ લાઇન બનશે હેરિટેજ રેલવે લાઈન

વડોદરા- વડોદરા રેલવે ડિવિઝન સંદર્ભે રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. એકસમયે ગાયકવાડી સ્ટેટની શાન ગણાતી 5 નેરોગેજ રેલવે લાઈનને યથાવત રાખી હેરિટજ લાઈન તરીકે વિકસાવવાનો રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે.

આ અંગે પશ્ચિમ રેલવેના PRO રવિન્દ્ર ભાકરે કહ્યું હતું કે, પાંચ લાઈનના 204 કિલોમીટરના નેટવર્કને રેલવે બોર્ડ દ્વારા

ફાઇલ ચિત્ર

સાંસ્કૃતિક વિરાસત ગણીને સાચવવાનો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ નેરોગેજ નેટવર્કને બ્રોજગેજમાં કન્વર્ટ કરવા માટે 2017માં મંજૂરી આપવામાં આવી હતી.

હેરિટેજ લાઇન બનનારી એ લાઇન્સ નવા રંગરૂપ સાથે નેરોગેજ લાઈન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવતા વિદેશી સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં એકમાત્ર ભારતમાં જ નેરોગેજ લાઈન કાર્યરત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]