ગુજરાત બોર્ડની ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા તારીખ જાહેર, આ રહ્યું ટાઈમટેબલ

ગાંધીનગર- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ૭મી માર્ચ 2019થી બોર્ડ પરીક્ષાઓ શરુ થશે. ૭મી માર્ચે પ્રથમ દિવસે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પેપરો હશે અને લગભગ ૨૦મી સુધીમાં મોટા ભાગના મહત્વના વિષયો સાથેની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. જ્યારે ગુજકેટની પરીક્ષા 30 માર્ચ 2019ના રોજ લેવાશે.

વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ તમામ પરીક્ષાઓના ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યા છે.

બોર્ડ દ્વારા આ વર્ષે પણ પેપરો વચ્ચે એક એક દિવસની રજા ગોઠવવામા આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચ દિવસ જેટલી પરીક્ષાઓ વહેલી શરુ થશે. ગત વર્ષે ૧૨મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરુ થઈ હતી. હાલ ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ધો.૧૦માં ૧૦.૫૦ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૧.૩૦ લાખથી વધુ અને ધો.૧૨ સા.પ્રવાહમાં ૪ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે.આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા વધારે છે.

 

આ છે ટાઈમ ટેબલ…