સચિવાલય ગ્રંથાલય વિનામૂલ્યે આપશે 13 હજાર પુસ્તકો

ગાંધીનગર- માહિતી નિયામકની કચેરી હસ્તકના સચિવાલય મધ્યસ્થ ગ્રંથાલયના લગભગ ૧૩ હજાર જેટલા જૂના પુસ્તકો સરકારી શાળાઓ, કોલેજો, સરકારી ગ્રંથાલયો કે સંસ્થાઓને વિનામૂલ્યે આપવાના છે. જે શાળા-કોલેજો કે સંસ્થાઓને આ પુસ્તકો મેળવવામાં રસ હોય તેમણે ddirr@gmail.com પર અરજી કરવા અનુરોધ છે. સચિવાલય મધ્યસ્થ ગ્રંથાલયનું કોમ્પ્યુટરાઇઝેશન, રિનોવેશન અને આધુનિકરણ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પછી ૧૩,૦૦૦ જેટલા જૂના પુસ્તકો શાળા-કોલેજો-સંસ્થાઓને વિનામૂલ્યે આપવાના છે. તો રસ ધરાવતી શાળા કોલેજોએ ઓનલાઈન અરજી કરવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]