સાબરકાંઠાના દેવેન્દ્રભાઈ ગીનીઝ બૂક ઓફ રેર્કોર્ડમાં, ગુજરાતનું નામ રોશન કર્યું

હિંમતનગર– સાબરકાંઠાના દેવેન્દ્રભાઈ સુથારે ગીનીઝ બૂક વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક રેકોર્ડમાં સ્થાન પામી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. સાબરકાંઠાના ગાંભોઇમાં સુથાર પરિવારના દેવેન્દ્રભાઈએ પોતાના હાથપગની આંગળીઓના કારણે ગીનીઝ બૂકમાં ઓફિશિયલી એમેઇઝિંગ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.દેવન્દ્રભાઇ સુથારને હાથેપગે મળીને કુલ 28 આંગળીઓ છે. દેવેન્દ્રભાઈની એન્ટ્રી પહેલાં ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 24 આંગળીઓ ધરાવતી વ્યક્તિનું નામ નોંધાયેલું હતું. પરંતુ હવેથી વિશ્વમાં સૌથી વધુ  28 આંગળીઓ ધરાવતા દેવેન્દ્રભાઈનું નામ ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક રેકોર્ડમાં નોંધાઇ ગયું છે.

દેવેન્દ્રભાઇને વૈશ્વિક નામના અપાવનાર 28 આંગળીઓને કારણે જોકે તેમને નાનપણ સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો છે. 28 આંગળીઓવાળા દેવેન્દ્રને શાળામાં સાથી વિદ્યાર્થીઓ તેમના ચીડવતાં ઘર સુધી ઝઘડા પહોંચતાં હતાં. અને મોટાથયે લગ્ન માટે કન્યાઓ પણ રીજેક્ટ કરતી.દેવેન્દ્રભાઈએ જોકે આત્મવિશ્વાસ અને હિંમતના કારણે તેમને કુદરતે આપેલી દુનિયાની અજાયબીને બરકરાર રાખી જીવનમાં આગળ વધવાનું સ્વીકારી લીધું છે. તેઓ ખુદ સુથારી કામ કરે છે જેમાં થોડી તકલીફ પડે છે અને તેમના પગના માપના બૂટ તો હજી સુધી મળ્યાં નથી. છતાં પણ તેમનાં પત્ની પારૂલબહેનના સાથના કારણે તેઓ જીવનરથ હંકારી રહ્યાં છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]