જ્યોતિગ્રામ યોજનાથી આટલાં ગામડાંઓ ઝળહળ્યાંઃ ગુજરાત સરકાર

ગાંધીનગર– વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે રાજ્યના તમામ ગામડાંઓ, પરાંઓ અને અંતરીયાળ વિસ્તારોમાં સતત ૨૪ કલાક થ્રી ફ્રેઇઝ વીજ પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ કનેકશનો પુરાં પાડવામાં આવે છે.૧૪મી વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પુછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, જ્યોતિગ્રામ યોજના રાજ્ય સરકારની અત્યંત મહત્વાકાંક્ષી અને સમગ્ર દેશમાં પ્રશંસા પામેલ યોજના છે. આ યોજના અન્વયે રાજ્યના તમામ ગામડાઓમાં, ગામતળમાં અને નોટીફાઇડ પેટા પરાંઓમાં આવેલા ખેતી વિષયક વીજ જોડાણ સિવાય હયાત રહેણાંક, વાણિજ્ય અને ઓદ્યોગિક વીજ જોડાણ માટે ૨૪ કલાક સતત થ્રી ફ્રેઇઝ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ દરમિયાન જરૂર જણાય ત્યાં નવા જયોતિગ્રામ ફિડરો ઉભા કરીને રાજ્યના તમામ ગામડાઓ અને નોટીફાઇડ પેટાપરાંઓને સતત વીજપુરવઠાનો લાભ આપવામાં આવે છે.

ગામતળની અંદરના રહેણાંક વિસ્તારમાં રહેણાંક, વાણિજ્ય અને ઓદ્યોગિક વીજ જોડાણો માટે જે કોઇ નવી અરજીઓ આવે તેઓને જયોતિગ્રામ ફીડરો પરથી વીજ જોડાણો આપવામાં આવે છે. વધુમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે તા.૨૪/૧/૨૦૧૭ના ઠરાવથી ગામતળની બહારના વિસ્તારમાં આવેલા જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણો આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આ યોજના અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

જ્યોતિગ્રામ યોજના હેઠળ કયા જિલ્લામાં કેટલા વીજ જોડાણ

જિલ્લો વીજ જોડાણ
ગાંધીનગર        ૨૮૨૩૪ 
મહેસાણા ૧૬૪૬૪
સુરેન્દ્રનગર        ૧૫૩૨૪
પોરબંદર ૩૫૯૬
રાજકોટ ૧૨૬૧૯
મોરબી ૯૪૧૦
આણંદ ૧૭૬૩૦
ખેડા ૨૩૧૪૬
જૂનાગઢ ૮૮૨૧
અમરેલી ૫૬૮૨
તાપી ૯૨૨૫
ડાંગ ૧૦૪૫
કચ્છ ૨૬૦૩૯
અમદાવાદ ૫૩૧૩૯
જામનગર ૫૭૦૪
દેવભૂમિદ્ધારકા ૨૬૭૦
બનાસકાંઠા ૧૮૦૯૬
સાબરકાંઠા ૧૩૦૦૮
પાટણ ૯૦૯૧
વડોદરા ૨૩૫૨૯
વલસાડ ૧૭૪૫૧
સુરત ૫૭૦૫૯
નવસારી ૧૨૨૦૮
ગીરસોમનાથ ૫૧૭૩
જૂનાગઢ ૮૮૨૧
મહીસાગર ૭૬૬૩  
પંચમહાલ         ૧૧૧૧૮
ભરૂચ ૧૪૧૧૯
દાહોદ ૭૭૮૬
નર્મદા ૩૪૧૮
છોટાઉદેપુર        ૭૬૩૪
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]