બાળકીઓ પર દુષ્કર્મના કેસની ઝડપી ટ્રાયલ માટે બે ફાસ્ટટ્રેક જજની નિમણૂક

ગાંધીનગર- સાબરકાંઠાના ઢુંઢર ગામ અને સુરતના ડિંડોલી વિસ્તારમાં નાની બાળકીઓ પર થયેલા દુષ્કર્મના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આ માટે બે ફાસ્ટટ્રેક જજની નિમણૂક કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટના ચીફ ન્યાયાધીશને પત્ર લખીને બે જજની નિમણૂક કરવાની વિનંતી કરી હતી.

આ ત્રણેય કેસની ઝડપી ટ્રાયલ માટે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટના જજોની નિમણૂક કરી દેવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે આ અંગેના રજૂ કરેલા જાહેરનામાં અનુસાર સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ શ્રી કે. બી. ગુજરાથી તેમજ સુરતની બે ઘટનાઓમાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ શ્રી આર. કે. દેસાઇની નિમણૂંક કરવામાં આવી છે.

ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર થયેલા દુષ્કર્મ અને સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ-પાંચ વર્ષની બે બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે આ બંને બનાવમાં કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમજ આરોપીઓને ઝડપથી ફાંસી સુધીની સજા અપાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર દુષ્કર્મ બાદ દેશમાં પરપ્રાંતીયોને લઇ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આ મુદ્દા પાછળ તો રાજ્યના રાજકારણમાં ગરમાનો આવી ગયો હતો

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]