ખેડૂતોને મળતી અકસ્માત વિમાની રકમમાં કરાયો વધારો, દેવામાફી નહીં

ગાંધીનગર- નાયબ સીએમ નિતીન પટેલ દ્વારા મહ્ત્વની જાહેરાત તરીકે  ખેડૂતોને મળતી અકસ્માતની વિમા સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને અકસ્માત વીમા હેઠળ મૃત્યુના કેસમાં 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે તે વધારીને 2 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતને ઈજા થાય તેવા કેસમાં 50 હજારના બદલે 1 લાખ સુધીની સહાય મળશે.

આ ઉપરાંત ખેડૂતને ઈજા થાય તેવા કેસમાં 50 હજારના બદલે 1 લાખ સુધીની સહાય મળશે.

વીમાનું વળતર મેળવવા માટે મૃત્યુના કેસમાં પોસ્ટ મોર્ટમ કરાવવું અને 7/12 રજૂ કરવા ફરજિયાત  રહેશે. આ ઉપરાંત ખેડૂત વારસદારના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

ખેડૂતો માટેના દેવામાફીને લઇને વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવી રહ્યો છ્ ત્યારે પૂર્વનિર્ધારિત કરાયેલી ખેડૂતલક્ષી આ જાહેરાતમાં દેવામાફીને લગતી કોઇ વાત જોવા ન મળતાં વિપક્ષ કોગ્રેસ દ્વારા નિરાશાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મળશે આ લાભ

અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. ૧ લાખની સહાયના બદલે રૂ. ૨ લાખ અને એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૫૦ હજારની સહાયના બદલે રૂ. ૧ લાખની સહાય 

ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનના બદલે કોઇ પણ સંતાનનો સમાવેશ

અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતાના કિસ્સામાં હક્ક પત્રકમાં પાકી નોંધ થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતોને આ યોજનાનો લાભ

આ યોજના હેઠળ રાજ્યના ૨.૫૦ કરોડ ખેડૂતોને આવરી લેવાશે : ખેડૂતો વતી અંદાજે રૂ. ૭૦ કરોડથી વધુ રકમનું પ્રીમીયમ રાજ્ય સરકાર ભરશે

ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ હાલ અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપુર્ણ અપંગતા – બે આંખ કે બે અંગ અથવા હાથ / પગ ગુમાવવાના કિસ્સામાં કે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૧ લાખની સહાય ચુકવવામાં આવે છે જેના બદલે હવે રૂ. ૨ લાખની સહાય ચુકવવામાં આવશે, જ્યારે  અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦% લેખે રૂ. ૫૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે જેના બદલે હવે રૂ. ૧ લાખની સહાય ચૂકવવામાં આવશે.

ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ અકસ્માતના કિસ્સામાં હાલ ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર / પુત્રી) ઉપરાંત ખેડૂત ખાતેદાર ના પતિ / પત્નીને આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ હતા, જેમાં પ્રથમ હયાત સંતાન (પુત્ર / પુત્રી) ના  બદલે હવેથી ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાનને આવરી લેવાયેલ છે. હવેથી વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂત એટલેકે મહેસૂલ રેકર્ડ અનુસાર ૭-૧૨ / ૮-અ અને હક્ક પત્રક-૬ માં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

આ યોજના હેઠળ હાલ ૧,૭૫,૮૧,૩૪૨ ખેડૂતોને આવરી લેવાયાં છે, હવે આ યોજનામાં છુટછાટ આપવાથી વધુ ૭૩,૨૫,૫૫૯ ખેડૂતોને આવરી લેતાં કુલ ૨,૪૯,૦૬,૯૦૧ ખેડૂતોને લાભ મળતો થશે. આ વીમા યોજનાનું અંદાજે રૂ. ૭૦ કરોડથી વધુનું સંપૂર્ણ પ્રિમીયમ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભરશે. યોજનાના લાભાર્થી ખેડૂતોએ કોઇ પ્રિમીયમ ભરવાનું રહેશે નહીં

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]