રાજ્યમાં સૌથી વધુ ગરીબો અમદાવાદમાં, સરકારે આપ્યાં BPLના આંકડા

ગાંધીનગર– સમૃદ્ધ ગણાતાં ગુજરાતમાં ગરીબીની વાત નકારવી અસંભવ નથી, ત્યારે સરકારી આંકડાઓમાં જ એ તથ્ય બહાર આવ્યું છે કે હા, ગુજરાતમાં પણ મોટાપ્રમાણમાં ગરીબો રહે છે. વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી.રાજ્યમાં ગરીબી રેખા હેઠળ જીવતાં પરિવારો વિશેના પ્રશ્નના જવાબમાં સરકારી આંકડા બોલી રહ્યાં છે કે અમદાવાદમાં 1 લાખ 44 હજાર 99 અને ગાંધીનગરમાં  44 હજાર 535 લોકો ગરીબી રેખા નીચે જીવે છે.

સરકારે જણાવ્યાં મુજબ  2017માં અમદાવાદમાં 38 બીપીએલ કાર્ડધારકોની સંખ્યા વધી છે. તો ગાંધીનગરમાં 1 જ બીપીએલ કાર્ડધારક વધ્યો છે.

રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો સૂરતમાં 1 લાખ 14 હજાર 583 બીપીએલ કાર્ડધારક છે. નવસારી 69 હજાર 994 બીપીએલ કાર્ડધારક છે.

સૂરત જિલ્લામાં માત્ર એક બીપીએલ કાર્ડધારકનો જ્યારે નવસારીમાં 4 હજાર 121 બીપીએલ કાર્ડધારકોનો વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ 36 હજાર 492 અને મહેસાણા 1 લાખ 6 હજાર 381 બીપીએલ કાર્ડધારકો છે. ગત બે વર્ષમાં બનાસકાંઠામાં 512 અને મહેસાણામાં 49 બીપીએલ કાર્ડધારકોનો વધારો થયો છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]