પીયુસીની કતારો અને આરટીઓમાં ભીડઃ નવો નિયમ હવે 15 ઓક્ટોબરથી…

અમદાવાદ: સરકાર દ્વારા વાહન ચાલકો માર્ગ અકસ્માતનો ભોગ ના બને અને ટ્રાફિક નિયમનનું પાલન ચુસ્ત પણે થાય એ હેતું થી નવી માંડવાલની રકમ ફી રુપે નક્કી કરવામાં આવી. ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ, પીયુસી, લાયસન્સ તેમજ વીમા જેવા નિયમોનું પાલન તમામ નાગરિકો કરે એ માટે ઠેર ઠેર હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા છે.

ટી.વી. અખબારોમાં સતત જાહેરાતો કરાઇ રહી છે. 16થી સપ્ટેમ્બર થી અમલમાં મુકેલા આ નિયમો-કાયદાની સમય મર્યાદા 15મી ઓકટોબર સુધી લંબાઇ દેવામાં આવી છે. જેમાં પીયુસી, હેલ્મેટ, લાઇસન્સ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલ પીયુસી સેન્ટરો વાહનો થી ઉભરાઇ રહ્યા છે. લારી, દુકાનોમાં હેલ્મેટ ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. જ્યારે આર.ટી.ઓની કચેરીઓમાં નવા લાઇસન્સ અને રિન્યુઅલ માટે લાંબી કતારો લાગી છે.

આર ટી ઓ પરની લાંબી કતારો ટોળામાં ફેરવાઇ જાય છે અને ઉશ્કેરાટમાં તોડફોડ પણ કરી નાંખે છે.

પીયુસી માટે લાગતી કતારો અને લાઇસન્સ માટે આરટીઓમાં ભીડ અને અરાજકતા સર્જાતા રાજ્ય સરકારે 15 ઓક્ટબર સુધીની સમય મર્યાદા આપી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]