ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું આ કામ ફ્રીમાં કરાશે, સરકારે લીધો નિર્ણય

ગાંધીનગર– રાજ્યમાં વાહન વ્યવહારની પ્રક્રિયા સરળ બને અને નાગરિકોને ઝડપથી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે વાહન વ્યવહાર વિભાગે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ડ્રાઇવિંગ લાયસન્સના ઇ-પેમેન્ટની પ્રક્રિયા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.આ માહિતી વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં આપવામાં આવી છે. ડ્રાઇવિંગ લાયસન્સના ઇ-પેમેન્ટની પ્રક્રિયાની શરૂઆત પાટણ આર.ટી.ઓ.થી કરાઇ હતી. જેની વ્યાપક સફળતાને પરિણામે આ સુવિધા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ૩૨ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે.

આ સાથે લાયસન્સ સંબંધી તમામ કામગીરી ડોક્યુમેન્ટ અપલોડીંગ, એપોઇન્ટમેન્ટ પરીક્ષા, ટેસ્ટ સ્ટ્રેક, સ્માર્ટકાર્ડ સહિતની કામગીરી સો ટકા ઓન લાઇન થઇ ગઇ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.