સરકારી કર્મચારીઓની દીવાળી સુધરી, સરકારે આપ્યું આ બોનસ

0
1870

ગાંધીનગર- રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજયના વર્ગ-૪ના કર્મચારીઓને રૂા. ૩પ૦૦નું દીવાળી બોનસ જાહેર કરતાં જણાવ્યું  હતું કે, રાજય સરકારે દિવાળીના તહેવારો સમયે વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ આપવાની પરંપરાને જાળવી છે. જેના કારણે વર્ગ-૪ના ૩પ,૮૦ર કર્મચારીઓ દીવાળીના તહેવારો વધુ આનંદ ખુશીથી મનાવી શકશે.       નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓ ઉપરાંત પંચાયતના વર્ગ-૪ના કર્મચારીઓ, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, બિન સરકારી શાળાઓ અને કોલેજના વર્ગ-૪ના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના વર્ગ-૪ના કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે. રાજય સરકારના આ નિર્ણયથી રાજયની તિજોરી ઉપર અંદાજે રૂા.૧૪ થી ૧પ કરોડનો બોજો પડશે.