સમય સાથે ચાલવા ખેડૂતોએ માઈન્ડ સેટ બદલી ડ્રીપ ઇરિગેશન અપનાવવું પડશેઃસીએમ

ગાંધીનગરઃ રાજ્યમાં શેરડીના પાક લેતાં ખેડૂતોને 100 ટકા ડ્રીપ ઇરિગેશનની સરકાર દ્વારા હિમાયત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ખેડૂતોને ઇઝરાયેલ પદ્ધતિથી ડ્રીપ ઇરીગેશન ભણી વળવાની હિમાયત કરી છે. તેમણે અમદાવાદમાં ઇફ્કો આયોજિત ખેડૂત અને સહકાર સંમેલનમાં પ્રગતિશીલ કૃષિકારો અને સહકારી અગ્રણીઓના સન્માન પ્રસંગે આમ જણાવ્યું હતું.

મુખ્યપ્રધાને જણાવ્યું કે હવે પરંપરાગત બીબાંઢાળ ખેતપદ્ધતિને સ્થાને અદ્યતન કૃષિ પદ્ધતિ અપનાવી સમય સાથે ચાલવા ખેડૂતોએ માઈન્ડ સેટ બદલવો પડશે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ જેવા નાના દેશે ટપક સિંચાઇ પદ્ધતિ અને કૃષિ ક્ષેત્રે જે ઈનોવેશન્સ અપનાવ્યા છે તેનો વ્યાપક વિનિયોગ ગુજરાતમાં કેળા, શેરડી અને ડાંગર જેવા પાકોમાં કરી 2022 સુધી માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પમાં ગુજરાત અગ્રતા લેશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો.