ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ PKL-6 માટે તૈયાર, 9 ઓક્ટોબરે દિલ્હી દંબગ સાથે ટકરાશે

અમદાવાદ- પ્રો-કબ્બડી લીગ સિઝન 5ની ફાયનાલિસ્ટ ટીમ ફરી એક વાર ‘ફિરસે ગર્જેગા ગુજરાત’ ના નારા સાથે લડત આપવા સજજ બની છે. આ વખતે PKL-6માં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ નવા અને ઉર્જાવાન ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે. લોકોને રોમાંચિત કરવા અને મનોરંજીત કરવા ટીમના ખેલાડીઓ સજ્જ છે.આગામી 7 ઓક્ટોબરથી પ્રો-કબ્બડી લીગ સિઝન 6 શરૂ થવા જઈ રહી છે. જો ગુજરાતની ટીમની વાત કરવામાં આવે તો રાઈટ કવર સુનિલ કુમારની આગેવાની હેઠળ 9 ઓક્ટોબરના રોજ ચેન્નાઈ ખાતે દિલ્હી દબંગ સામે મેદાનમાં ઉતરશે.

યુવાન અને ઉત્સાહી સુનિલ કુમારની આગેવાનીમાં આ વખતની PKLની સિઝનમાં ગુજરાતની ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટે ટ્રોફી જીતવાનો નિર્ધાર કર્યો છે. કોચ મનપ્રીત સિંઘના ધુરંધારો સિઝન-6માં તેઓ પોતાની ઝુંબેશની શરુઆત ચેન્નાઈમાં દિલ્હી દબંગ સામેની મેચથી આગામી 9 ઓક્ટોબરથી કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]